Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીની મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક:કાયદો અને વ્યવસ્થા મુદ્દે મોટા નિર્ણયોની શક્યતા, તમામ પોલીસ વડાઓ ઓનલાઈન જોડાયા

    14 hours ago

    રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ હાઈલેવલ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ રહી છે, જેમાં રાજ્યભરના તમામ ઉચ્ચ પોલીસ વડાઓ ઓનલાઈન જોડાયા છે. સચિવાલય ખાતે અધિકારીઓની દોડધામ, તમામ SP અને CP હાજર ગૃહ મંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મોડી રાતની બેઠકને પગલે ગાંધીનગર સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓની ભારે દોડધામ જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડા (DGP) થી લઈને તમામ મોટા ગજાના અધિકારીઓ સચિવાલય ખાતે પહોંચી ચૂક્યા છે. આ ઉપરાંત, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ રહેલી આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG) અને ડીઆઈજી (DIG), જિલ્લા પોલીસ વડાઓ (SP) તમામ ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં લાઈવ હાજર રહીને પોતાના વિસ્તારની સુરક્ષા સ્થિતિનો ચિતાર આપી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને લેવાઈ શકે છે મોટા અને કડક પગલાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સઘન સમીક્ષા કરવાનો છે. મોડી રાત્રે યોજાયેલી આ અચાનક બેઠકને પગલે એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે, ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ લોખંડી બનાવવા માટે સરકાર દ્વારા કોઈ મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. ગૃહ વિભાગ દ્વારા આગામી દિવસો માટે પોલીસ તંત્રને કોઈ ખાસ એક્શન પ્લાન અથવા કડક દિશાનિર્દેશો આપવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે બ્લાસ્ટની ધમકી:સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટસ ક્લબના રૂમમાંથી ચિઠ્ઠી મળી, રૂમમાં 3 વિદેશી વેપારી રોકાયા હતા
    Next Article
    Freddie Hamilton Named Maple Leafs Chief Of Staff

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment