Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-ગાંધીનગરમાં તોફાની પવન સાથે વરસાદ જામ્યો:મહીસાગરમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઈકચાલક ઈજાગ્રસ્ત, કથાનો મંડપ ઉડ્યો, સાબરકાંઠામાં વીજળી ગૂલ

    1 day ago

    હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સોમવારે રાત્રે 9 વાગ્યાથી વીજળીના ભયંકર કડાકા-ભડાકા તથા તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આ આકસ્મિક વાવાઝોડા અને ભારે વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ થતાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના લીધે સમગ્ર પંથક અંધારપટમાં ડૂબી ગયો છે. ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર શહેરમાં ફૂંકાયેલા ભારે પવને ભારે તારાજી સર્જી છે. બાલાસિનોર શહેરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના સ્થળે વાવાઝોડાના કારણે મુખ્ય પંડાલ (ડોમ) ને મોટું નુકસાન પહોંચ્યું છે. ઓચિંતો વરસાદ અને વાવાઝોડું શરૂ થતાં જ કથાના આયોજકો અને સેવાભાવીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી, અને તેમણે તાત્કાલિક તાડપત્રીની મદદથી કથાના સાહિત્ય તેમજ અન્ય કીમતી સામાનને ઢાંકવાની કામગીરી હાથ ધરી હતી. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ-ધરોડા રોડ પર એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બાઇક સવાર યુવકો પર અચાનક જ રસ્તા કિનારે આવેલું એક મોટું વૃક્ષ ધરાશાયી થઈને પડ્યું હતું. આ આકસ્મિક દુર્ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો વૃક્ષની નીચે ચગદાઈ જતાં તેમને શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના નજરે જોતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને તાબડતોબ વૃક્ષની ડાળીઓ હટાવીને નીચે દબાયેલા બંને યુવકોને બહાર કાઢ્યા હતા અને સમયસર બચાવ કામગીરી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે વીજળી ગૂલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. દિવસભર અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ બાદ મોડી સાંજે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના બફારા પછી આવેલા આ વરસાદના કારણે સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, બીજી તરફ જોરદાર પવન સાથે વરસાદ વરસવાના કારણે હિંમતનગર શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ ઝાડ તેમજ લાઈનોને નુકસાન થતાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના લીધે કેટલાક રહેણાંક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. અમદાવાદના વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો છે. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી અને બફારા બાદ અચાનક જ પવન ફૂંકાયો છે. ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં આજે મોટો પલટો આવ્યો છે, જેના ભાગરૂપે માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકોને આ વરસાદના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, બીજી તરફ આ વખતના તોફાની વરસાદ અને ભારે પવનના લીધે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે, કારણ કે પંથકમાં પાછોતરા વાવેતર કરેલા બાજરી અને જુવારના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે-સાથે ગાંધીનગર શહેરી વિસ્તારમાં પણ અચાનક ધૂળની ડમરીઓ અને ભારે પવન ફૂંકાવા સાથે હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે આગામી સમયમાં અહીં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Ladakh eases excise rules, expands hard liquor sales to boost tourism
    Next Article
    Delhi में रह रहे ये लोग क्यों हैं House arrest ? क्या है अपराध ? | Shalimar Bagh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment