Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળમુખી થારનો ચાલક બે અકસ્માત સર્જી ભાગ્યો.:​ભવનાથમાં બેફામ સ્પીડે દોડતી થાર કારે રાહદારી અને બાઇક સવાર માસૂમ પરિવારને ઉડાવ્યો, રાત્રિના સમયે જ આરોપીની ધરપકડ

    2 weeks ago

    જુનાગઢ શહેરમાં રાત્રિના સમયે અકસ્માતની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક બેકાબૂ બનેલી લક્ઝરી કારના ચાલક સિરાજ સલીમ શેખે રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો. ભવનાથ વિસ્તારમાં આવેલા સરકારી મેદાન પાસેથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે ચલાવી રસ્તા પરથી પસાર થતા લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર હિટ એન્ડ રનની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ​અન્ય શહેરમાંથી પોતાના મિત્રો સાથે જુનાગઢ ખાતે ફરવા આવેલા એક પરપ્રાંતીય રાહદારી યુવકને આ બેકાબૂ કારે પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું આગળનું વ્હીલ યુવકના પગ પર ફરી વળ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે કારનો ચાલક વાહનને ઊભું રાખ્યા વિના જ ઘટનાસ્થળેથી જુનાગઢ શહેર તરફ નાસી છૂટ્યો હતો. ​આ કાળમુખી કાર એટલાથી જ ન અટકી પરંતુ શહેર તરફ આગળ વધીને ગિરનાર દરવાજા અને મુખ્ય ચોક વચ્ચે આવેલા એક રહેણાંક વિસ્તાર પાસે તેણે બીજો મોટો અકસ્માત સર્જ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઈક સવાર પરિવારને આ કારે જોરદાર અડફેટે લીધો હતો. આ મોટરસાઇકલ પર પતિ-પત્ની અને તેમનું નાનું બાળક સવાર હતા. કારની ધડાકાભેર ટક્કર વાગવાના કારણે બાઈક પર સવાર ત્રણેય સભ્યો રોડ પર પટકાયા હતા અને પરિવારના તમામ સભ્યોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ​ડીવાયએસપી હિતેશ ચાંદલીયા જણાવ્યું હતું કે ગેટ રાત્રિના સમયે બનેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં સંડોવાયેલા કાર ચાલક સિરાજ સલીમ શેખ નામના કાર ચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ચાલકે જે પ્રકારે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે તે બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ શહેરના મુખ્ય એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા અને રાત્રિના સમયે જ ઓપરેશન પાર પાડીને અકસ્માત સર્જનાર આરોપી ચાલકની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની તમામ કાયદાકીય તપાસ અને જરૂરી તજવીજ તેજ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 'નેપાળે પણ ભારતની જમીન દબાવી':PM બાલેનના ધડાકાથી દિલ્હી સુધી ભૂકંપ!, પડદા પાછળ ચીન કે બ્રિટન? સરહદ વિવાદની ક્રોનોલોજીથી સમજો અસલી કહાની
    Next Article
    150થી 200ના ટોળાએ કાયદો હાથમાં લીધો હતો:પરમિશન વગર જન સ્વાભિમાન રેલી કાઢીને સરકારી મિલકતને નુકસાન કરવાના મામલે 75 લોકો સામે ગુનો દાખલ, વડોદરામાં દલિત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment