Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમ્તિયાઝ અલીએ રણબીર કપૂરને 'રોકસ્ટાર' ગણાવ્યો:'રામાયણ'માં રામ બનવા અંગે કહ્યું, 'તે કોઈપણ પાત્રમાં ઢળીને તેની વિશેષતાઓને આત્મસાત કરી લે છે'

    1 सप्ताह पहले

    ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. આ અંગે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રણબીર સાથે 'રોકસ્ટાર' અને 'તમાશા' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઇમ્તિયાઝે એક્ટરના ખોબલે ખોબલે વખાણ કર્યા છે. 'રામનું પાત્ર ભજવવું રણબીર માટે ઘણું ફાયદાકારક છે' 'ફિલ્મબીટ'ને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમ્તિયાઝે કહ્યું કે, 'રણબીર એક શુદ્ધ અભિનેતા છે અને તે પડદા પર કંઈ પણ કરી શકે છે.' ઇમ્તિયાઝના મતે, 'ભગવાન રામનું પાત્ર ભજવવું ખુદ રણબીર માટે પણ ઘણું ફાયદાકારક રહેશે, કારણ કે તે જે પણ કિરદાર ભજવે છે, તેમાંથી ઘણું શીખે છે.' 'રણબીરમાં દરેક પ્રકારના રોલ કરવાની ક્ષમતા' ઇમ્તિયાઝ અલીને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમણે ક્યારેય વિચાર્યું હતું કે 'એનિમલ' જેવી ફિલ્મ કરનાર રણબીર કપૂર 'રામાયણ'માં ભગવાન રામનો રોલ કરશે? આના પર ઇમ્તિયાઝે કહ્યું, 'રણબીર એક એક્ટર તરીકે કંઈ પણ કરી શકે છે. તેમણે અલગ-અલગ પ્રકારના રોલ કરવા જોઈએ.' 'જ્યારે તેઓ કોઈ નવો રોલ કરે છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે તેમાં ભળી જાય છે. હું ખૂબ ખુશ છું કે તેઓ ભગવાન રામનો રોલ કરી રહ્યા છે કારણ કે તેઓ આ પાત્રમાં એક વાસ્તવિકતા અને અસર લાવશે. ભગવાન રામના પાત્રને માનવીય અને વ્યક્તિગત રીતે જોવું ખૂબ સારું રહેશે.' 'આ રોલથી રણબીરનું જીવન સમૃદ્ધ બનશે' ઇમ્તિયાઝે આગળ કહ્યું કે, તેઓ રણબીરને સ્ક્રીન પર શ્રી રામના રૂપમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેમના મતે, 'આ રોલથી રણબીરને પોતે ઘણો ફાયદો થવાનો છે. તેઓ એક એવા એક્ટર છે, જેઓ પોતાના ભજવી રહેલા પાત્રની વિશેષતાઓને પોતાની અંદર સમાવી લે છે. તેઓ ભગવાન રામના ચરિત્રમાંથી ઘણી સારી બાબતો પોતાના વાસ્તવિક જીવનમાં સાથે લઈ જશે. આ અનુભવ તેમના માટે ખૂબ જ સમૃદ્ધ કરનારો સાબિત થશે.' ફિલ્મ રામાયણ બે ભાગમાં રિલીઝ થશે નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી 'રામાયણ' ભારતીય સિનેમાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંથી એક છે. નમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 પર સિનેમાઘરોમાં આવશે, જ્યારે તેનો બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ કરવાની તૈયારી છે. આ ફિલ્મનું સંગીત ઓસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાન અને હંસ ઝિમર તૈયાર કરી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટારકાસ્ટ અને રણબીરનો ડબલ રોલ આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મમાં સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાનો રોલ નિભાવી રહી છે, જ્યારે KGF સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. રણબીર કપૂર આ ફિલ્મમાં ભગવાન રામની સાથે ભગવાન પરશુરામનો રોલ પણ ભજવતો જોવા મળશે. રણબીરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને ભગવાન વિષ્ણુના બે અલગ-અલગ અવતારો ભજવવાની તક મળી, જે તેના માટે એક શાનદાર અનુભવ છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Final: बेंगलुरु ने जीता IPL, RCB Fans Celebration Viral | RCB vs GT | Virat | Social List
    Next Article
    Editor's View: 'નેપાળે પણ ભારતની જમીન દબાવી':PM બાલેનના ધડાકાથી દિલ્લી સુધી ભૂકંપ!, પડદા પાછળ ચીન કે બ્રિટન? સરહદ વિવાદની ક્રોનોલોજી સમજો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment