Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સેમિનાર:તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પણ સામેલ

    7 hours ago

    જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા હિંમતનગરના નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં લુહાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ જયપુરી લુહાર જમાત ટ્રસ્ટના પ્રમુખ ઇસ્લામ લુહાર અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ટ્રસ્ટ 2021 થી સમાજ કલ્યાણના કાર્યોમાં સક્રિય છે. સેમિનારમાં તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષા પરિણામોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓનો પણ સન્માન કરાયું હતું. સેમિનારની શરૂઆતમાં મહેમાનો અને ટ્રસ્ટમાં યોગદાન આપનાર દાતાઓનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સમાજમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા અગ્રણીઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. ધોરણ 9, 10, 11 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવા ઉપરાંત જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ અગ્રેસર રહે છે. આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે ટ્રસ્ટ હંમેશા તત્પર રહે છે. ગુજરાતમાં લુહાર સમાજના લોકો વર્ષોથી ખેતીના ઓજારો બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં જલસા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગની ઘટના:એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયરવિભાગે કાબૂ મેળવ્યો
    Next Article
    मन की बात से ग़ायब CBSE-NEET का मुद्दा, छात्रों को जवाब देने पर मजबूर CBSE

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment