Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેશ ડાભીને શંકાનો લાભ આપી છોડી મુકાયો:રાજકોટમાં ઘર આંગણે રીક્ષા રાખવા બાબતે થયેલ ઝઘડામા આરોપી અલ્પેશ ડાભીને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારાઇ

    11 hours ago

    તા.30.08.2021ના રોજ રામાપીર ચોક પાસે ઈજા પામનાર અજય ધીરુભાઈ રાઠોડ પોતાના ઘરે બેઠા હતા ત્યારે બહાર રીક્ષા પાર્ક કરવા બાબતે થયેલ ઝઘડામાં અજય રાઠોડને છરી વડે ગંભીર ઈજા કરી હત્યાની કોશીષ બદલ તેમજ અજયના બનેવી અશોકભાઈ લીંબાભાઈ એંધાણીની હત્યા નિપજાવમાર આરોપી અલ્પેશ સોમજીભાઈ ડાભી (ઉ.વ.25) ને પ્રિન્સીપાલ સેશન્સ જજ જે. આર. શાહ સાહેબે બંને ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. તા.30.08.2021ના રોજ ગંજીવાડા શેરી નં.41 ખાતે આવેલ ફરીયાદીના મકાનમાં ઈજા પામનાર અજય ધીરુભાઈ રાઠોડ અને તેમના બનેવી અશોકભાઈ લીંબાભાઈ એંધાણી રાત્રીના સમયે બેઠા હતા ત્યારે પાડોશમાં રહેતા અલ્પેશ ડાભીએ આવીને પોતાની રીક્ષા નડતરરૂપે પાર્ક કરી હતી. આ રીક્ષા હટાવી લેવા માટે ઈજા પામનાર અજય રાઠોડે જણાવતા આરોપી અલ્પેશ અને તેના ભાઈ મહેશે ગાળાગાળી ચાલુ કરી હતી દરમ્યાન મૃતક અશોકભાઈ લીંબાભાઈ એંધાણીએ હસ્તક્ષેપ કરતા અલ્પેશ ડાભીએ આ બંનેને છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં અશોકભાઈ એંધાણીનુ લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું અને અજય રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની ફરીયાદ બાદ પોલીસ તપાસના અંતે અલ્પેશ ડાભી અને મહેશ ડાભી વિરૂધ્ધ હત્યાની કોશિષ અને હત્યાના બંને ગુનાનું ચાર્જશીટ રજુ થયેલ હતું. બચાવપક્ષે રજુઆત કરવામાં આવી હતી કે, બનાવનુ કારણ ગેરકાનુની રીતે દારૂનો વેપાર કરવા અંગેનો છે અને બનાવ સમયે આ ઝઘડા વખતે ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા જેથી ઈજાગ્રસ્ત અને મૃતકને કોને ઈજાઓ કરેલ છે તે કહી શકાય નહી. આ ઉપરાંત ફરીયાદપક્ષે નજરે જોનાર સાહેદ તરીકે ફક્ત અજય રાઠોડની જ જુબાની લીધી છે અને બીજા કોઈ નિષ્પક્ષ સાહેદની જુબાની લીધી નથી તેથી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા જોઈએ. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, બનાવ સમયે ઘણા માણસો ભેગા થઈ ગયા હોય તો પણ ફરીયાદીએ આ બંને આરોપી ભાઈઓના નામ જ કયા કારણે આપેલ છે તે અંગેનો કોઈ બચાવ આરોપી પક્ષે લેવામાં આવ્યો નથી. આ કારણે આ કાલ્પનીક બચાવ છે જેથી માન્ય નથી. વધુમાં, આરોપી અલ્પેશ ડાભીના કપડા ઉપર તથા છરી ઉપર મૃતકનું લોહી મળી આવ્યું છે ત્યારે આરોપી પક્ષે આ પુરાવાનુ ખંડન કરવા માટે કોઈ જ પ્રયાસ કરેલ નથી. આ વૈજ્ઞાનિક પુરાવાને આરોપી વિરૂધ્ધનો સચોટ પુરાવો ગણવાનો રહે છે. જયારે નિષ્પક્ષ સાહેદની જુબાનીના અભાવ અંગે સરકાર તરફે જણાવવામાં આવ્યું હતુ કે, હત્યા જેવા ગંભીર ગુનામાં જયારે વૈજ્ઞાનિક પુરાવો રેકર્ડ ઉપર આવ્યો હોય ત્યારે બનાવ નજરે જોનાર કોઈ નિષ્પક્ષ સાહેદની જુબાની જરૂરી નથી, ખાસ કરીને બચાવપક્ષે બનાવ બન્યા અંગે કોઈ વિવાદ કર્યો નથી. સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે પ્રિન્સીપાલ સેશન્સ જજ જે. આર. શાહ સાહેબે આરોપી મહેશ ડાભીને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે તથા અલ્પેશ સોમજીભાઈ ડાભીને અશોકભાઈ લીંબાભાઈ એંધાણીની હત્યા અને અજય ધીરુભાઈ રાઠોડની હત્યાની કોશિષના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    'મોંઘવારીમાં ઘર ચલાવવું કે હપ્તા ભરવા', VIDEO:CNGના ભાવ વધતા સુરતમાં રિક્ષાચાલકોની હડતાળ, વિદ્યાર્થિનીઓ-મુસાફરો રઝળ્યાં
    Next Article
    ફુલસર વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 12,420 કબ્જે કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment