Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદારે કહ્યું- જીત નાસભાગમાં જીવ ગુમાવનારા ફેન્સને સમર્પિત:કોહલીએ કહ્યું- વિનિંગ રન બનાવવાનું સપનું સાચું પડ્યું; વાંચો કોણે શું કહ્યું?

    7 घंटे पहले

    IPL 2026નું ટાઇટલ જીત્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પોતાની જીત તે ચાહકોને સમર્પિત કરી, જેમણે ગયા વર્ષે બેંગલુરુની ભાગદોડમાં જીવ ગુમાવ્યો હતો. કેપ્ટન રજત પાટીદારે કહ્યું- તેઓ માત્ર ફેન્સ જ નહીં, પરંતુ RCB પરિવારનો હિસ્સો હતા. 32 વર્ષીય પાટીદારે કહ્યું, 'જ્યારે આવી ઘટના વિશે સાંભળીએ છીએ, ત્યારે ખૂબ દુઃખ થાય છે. એક તરફ ટીમ ઉજવણી કરી રહી હોય છે, બીજી તરફ ચાહકોનો જીવ જતો રહે છે.' વળી, વિરાટ કોહલીએ ફાઈનલમાં વિનિંગ રન બનાવવાનું પોતાના સપના સાચા થવા જેવી ક્ષણ ગણાવી. ચેમ્પિયન બન્યા પછી ખેલાડીઓએ પોતાના સંઘર્ષ, સફળતા અને ટીમના પ્રવાસ પર ખુલીને વાત કરી. વાંચો કોણે શું કહ્યું? 1. જીતમાં વિરાટનો રોલ સૌથી મહત્વનો: પાટીદાર રજત પાટીદારે જીત પછી કોહલીના યોગદાનની પ્રશંસા કરી. તેણે કહ્યું- 'કોહલીએ બેટિંગ સાથે જોડાયેલા ટેકનિકલ પાસાઓ પર મારી મદદ કરી. તેમણે યુવા ખેલાડીઓને સતત માર્ગદર્શન આપ્યું. પાટીદારે કહ્યું- 'જ્યારે પણ હું વિરાટ ભાઈને જોઉં છું, ત્યારે તેઓ હંમેશા ટીમ અને ખેલાડીઓ માટે ઉપલબ્ધ હોય છે. યુવા ખેલાડીઓ તેમની પાસે જવામાં ખચકાતા હોય, પરંતુ તેઓ પોતે આગળ વધીને તેમની સાથે વાત કરે છે.' તેણે કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચતા જ ગયા વર્ષની ટાઇટલ જીતની યાદો તાજી થઈ ગઈ હતી, પરંતુ ટીમે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાટીદારે સ્વીકાર્યું કે પીચને જોતા ટાર્ગેટને ચેઝ કરવો સરળ હતો અને બોલરોએ આખી ટુર્નામેન્ટમાં ટીમની સૌથી મોટી તાકાત તરીકે કામ કર્યું. 2. કોહલી બોલ્યો- મને મારી ભૂમિકા સારી રીતે ખબર હતી વિરાટ કોહલીએ મેચ જીત્યા પછી કહ્યું- વિનિંગ રન બનાવવાનું સપનું સાચું પડ્યું. દરેક ખેલાડી આવી ક્ષણનું સપનું જુએ છે. તેમણે જણાવ્યું કે મેચ પહેલા મગજમાં ઘણી વાર આ વિચાર આવ્યો હતો કે ફાઇનલમાં વિનિંગ રન તે જ બનાવશે.' વિરાટે અરશદ ખાનની બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. કોહલીએ કહ્યું- 'રન ચેઝમાં મને મારી ભૂમિકા સારી રીતે ખબર હતી. આ ટીમની સૌથી મોટી તાકાત એ છે કે અહીં ઘણા મેચ જીતાડનારા ખેલાડીઓ છે. હવે દર વખતે એકલા જવાબદારી ઉઠાવવાની જરૂરિયાત અનુભવાતી નથી. હેઝલવુડ, ભુવનેશ્વર, કૃણાલ અને રસિખ સલામે આખી સીઝન શાનદાર પ્રદર્શન કર્યું. 3. કોર ટીમને જાળવી રાખવાનો મળ્યો ફાયદો: હેઝલવુડ ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ટીમની સફળતાનો શ્રેય ટીમના મજબૂત વાતાવરણ અને મુખ્ય ખેલાડીઓને સાથે રાખવાની રણનીતિને આપ્યો. તેણે કહ્યું- 'સતત બદલાવ વાળી લીગમાં મજબૂત સંસ્કૃતિ બનાવવી સરળ નથી હોતી, પરંતુ RCBએ આ કરી બતાવ્યું.' હેઝલવુડે કહ્યું, 'ગયા વર્ષે પહેલી ટ્રોફી પછી દબાણ ઓછું થઈ ગયું હતું. આ વખતે અમે આખી સીઝન શાંત અને સંયમિત રહ્યા. દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડીએ આગળ આવીને જવાબદારી નિભાવી.' તેણે ભુવનેશ્વર કુમારની પણ પ્રશંસા કરતા કહ્યું કે ભાગ્યે જ કોઈ મેચ એવી રહી હશે જેમાં તેણે 35થી વધુ રન આપ્યા હોય. હેઝલવુડે ફાઈનલમાં 2 વિકેટ લીધી. 4. ટ્રોફી પર્પલ કેપ કરતાં વધુ મહત્વની: ભુવનેશ્વર સીઝનમાં 28 વિકેટ લેનાર ભુવનેશ્વર કુમારે કહ્યું કે વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં ટીમની ટ્રોફી વધુ મહત્વની છે. તેણે કહ્યું, 'જો જરૂર પડે તો હું પર્પલ કેપ પણ છોડી શકું છું. સીઝન શરૂ થતા પહેલાં ઘણી તૈયારી અને યોજના બનાવી હતી. સતત વિકેટ મળવાથી આત્મવિશ્વાસ વધે છે અને મોટી મેચમાં તે જ કામ આવે છે.' 5. મેનેજમેન્ટે ટીમની વિચારસરણી બદલી: જીતેશ શર્મા વિકેટકીપર બેટર જીતેશ શર્માએ ટીમ મેનેજમેન્ટને સફળતાનો મોટો શ્રેય આપ્યો. તેણે જણાવ્યું કે ક્રિકેટ ડાયરેક્ટર બોબટે શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ ટ્રોફી ડિફેન્ડ કરવા નહીં, પરંતુ ફરીથી જીતવા ઉતરી છે. જીતેશે કહ્યું, 'અહીંથી જ અમારી માનસિકતા બદલાઈ ગઈ. અમે આખી સીઝન માત્ર એક મેચ પર ધ્યાન આપ્યું. ડીકે (દિનેશ કાર્તિક) અને મો બોબટે ખેલાડીઓને નિખારવામાં મોટી ભૂમિકા ભજવી છે.' 6. પાંચેય ટ્રોફી મારા માટે સરખી ખાસ: કૃણાલ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાના કરિયરની પાંચમી IPL ટ્રોફી જીતવા પર ખુશી વ્યક્ત કરી. તેણે કહ્યું કે કોઈ એક ટાઇટલને સૌથી ખાસ કહી શકાય નહીં. કૃણાલે કહ્યું- 'આ બાળકો જેવું છે, તમે નક્કી કરી શકતા નથી કે કોણ વધુ ખાસ છે. ટ્રોફી જીતવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. 11 વર્ષના કરિયરમાં પાંચ IPL ટ્રોફી જીતવી મારા માટે ખૂબ જ ખાસ સિદ્ધિ છે.' કૃણાલે સતત બે ખિતાબ જીતવાનો શ્રેય ટીમ મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ અને સફળ ઓક્શનની રણનીતિને આપ્યો. સાથે જ વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી, જેણે 18 વર્ષ રાહ જોયા પછી સતત બે ટ્રોફી જીતાડી. 7. ટૉપ ઓર્ડર ફ્લોપ થવાથી હાર્યા: શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે હારનું કારણ બેટિંગને ગણાવ્યું. તેણે કહ્યું કે ટીમ અપેક્ષિત સ્કોર સુધી પહોંચી શકી નહીં. ગિલે કહ્યું, 'જો અમે 180-190 રન સુધી પહોંચ્યા હોત તો મેચ અલગ હોઈ શકી હોત. શરૂઆતી વિકેટ પડવાથી અમારું મોમેન્ટ્મ તૂટી ગયું. જોકે, 155 રન બનાવ્યા પછી પણ અમને વિશ્વાસ હતો કે શરૂઆતી વિકેટ લઈને મેચમાં પરત ફરી શકીએ છીએ.' 8. પીચનું કલન કરવામાં ચૂકી ગયા: વિક્રમ સોલંકી ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ સ્વીકાર્યું કે ટીમ પીચને યોગ્ય રીતે વાંચી શકી ન હતી. તેમણે કહ્યું, 'આ 200 રનની વિકેટ ન હતી, પરંતુ અમે લગભગ 20-25 રન ઓછા બનાવી શક્યા. જો સ્કોર 180ની આસપાસ હોત તો મુકાબલો ઘણો પડકારજનક બની શક્યો હોત.' 9. હેડને કહ્યું- RCBએ પાવરપ્લેમાં મેચ પર પકડ બનાવી લીધી ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ મેથ્યુ હેડને સ્વીકાર્યું કે તેમની ટીમ પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શકી નહીં. તેમણે RCBના બોલરો, ખાસ કરીને કૃણાલ પંડ્યાની પ્રશંસા કરી અને કહ્યું કે ગુજરાતે આખી સીઝન સારું ક્રિકેટ રમ્યું, પરંતુ ફાઈનલમાં વિરોધી ટીમ વધુ સારી સાબિત થઈ. -------------------------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… -------------------------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. ફાઈનલ હાર્યા બાદ GTના પ્લેયર્સ રસ્તે રઝળ્યા: શોર્ટ સર્કિટના કારણે બસમાંથી ધુમાડે-ધુમાડાં નીકળ્યા, શુભમન ગિલ અને સપોર્ટ સ્ટાફ માંડ-માંડ બચ્યા IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. PTIના રિપોર્ટ્સ મુજબ ફાઈનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બસમાં ધૂમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ગઢમાં ગુજરાતની હારની ઇનસાઇડ સ્ટોરી: અમદાવાદનો 'પ્રિન્સ' ગિલ ફેલ, પર્પલ કેપ હોલ્ડર રબાડા ફાઇનલમાં ધોવાયો; GT 5 કારણોના લીધે ટ્રોફી ચૂકી સવાલ એ થાય છે કે આખરે શુભમન ગિલ એન્ડ કંપની ફાઇનલ જેવા મોટા મુકાબલામાં એકતરફી રીતે કેમ હારી ગઈ? આ આખી સીઝનમાં જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, પણ ફાઇનલમાં જ ફ્લોપ શૉ જોવા મળ્યો. ચાલો, આપણે જોઈએ ગુજરાત ટાઇટન્સના હાથમાંથી ટ્રોફી સરકી જવાના 5 કારણો વિશે. સંપૂર્ણ સમાચાર વાંચો… 5. IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત બીજી સીઝનમાં IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવા પર RCBને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી, જ્યારે રનર-અપ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 6. જય શાહે વૈભવ સૂર્યવંશીનો નંબર લીધો!:કોહલીના વિનિંગ શોટ પર અનુષ્કાએ ફલાઇંગ કિસ આપી, રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા પકડાયો; IPL 2026ની ટોપ મોમેન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. જીતની સાથે જ મેદાન પર ઉજવણીનો એવો સિલસિલો શરૂ થયો, જેણે કરોડો ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    A rare natural wonder is unfolding in Delhi’s Lodhi Garden
    Next Article
    મે મહિનામાં ₹1.94 લાખ કરોડનું GST કલેક્શન:20%નો ઘટાડો થયો, એપ્રિલમાં 2.42 લાખ કરોડ રૂપિયા હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment