Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સિંધી સમાજમાં નવા હોદ્દેદારોની વરણી:ઝુલેલાલ ગુરુદ્વારા મંદિર ટ્રસ્ટની કારોબારી સમિતિ સર્વાનુમતે ચૂંટાઈ

    2 weeks ago

    સુરેન્દ્રનગર: ઝુલેલાલ ગુરુદ્વારા મંદિર ટ્રસ્ટના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 60 ફૂટ રોડ પર આવેલી સિંધી સમાજની વાડી ખાતે ટ્રસ્ટના સામાન્ય સભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં સિંધી સમાજની એક કારોબારી સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં ગિરીશભાઈ મગનાણી (રાજાભાઈ) ની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કારોબારી સમિતિના અન્ય હોદ્દેદારોમાં ડો. ચેતનભાઈ પિનરાણીને સેક્રેટરી, ગોરધનભાઈ લાખાણી અને અશોકભાઈ તન્નાને ઉપપ્રમુખ, જ્યારે સુનિલભાઈ હરીયાણીને ખજાનચી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રદીપભાઈ નેભવાણી, ઈશ્વરભાઈ રામવાણી, અશોકભાઈ લાલવાણી, નરેશભાઈ આસવાણી, ચિરાગભાઈ ધામેચા અને રાજેશભાઈ વરલાણીને કારોબારી સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. આ સિવાય, એક ઉત્સવ સમિતિની પણ રચના કરવામાં આવી છે. જેમાં પ્રકાશભાઈ વરંદાણીને પ્રમુખ, કમલેશભાઈ ધુવા અને શ્યામભાઈ ભંભાણીને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઉત્સવ સમિતિના કારોબારી સભ્યો તરીકે ઉમેશભાઈ જીવાણી, કૃણાલ બજાજી અને કમલેશભાઈ વરલાણીનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    એર વોઇસ ઇવેન્ટમાં હેત હેલ્પીંગ હેન્ડ્સનું સન્માન:નારણપુરા સ્ટુડિયોમાં સંગીતમય કાર્યક્રમ યોજાયો
    Next Article
    અનાવાડામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો:અધિક માસની પૂનમે મહાઆરતી, પારણું ઝુલાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment