Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બેંગલુરુ બીજી વખત આઈપીએલ જીત્યું; નેપાળી વડાપ્રધાને કહ્યું- અમે પણ ભારતીય જમીન પર કબજો કર્યો છે; ગાઝિયાબાદ સૂર્યા હત્યાકાંડ- આરોપી અસદનું એન્કાઉન્ટર

    7 hours ago

    નમસ્તે, બેંગલુરુએ સતત બીજી વખત આઈપીએલમાં જીત મેળવીું છે. બીજી તરફ, નેપાળના વડાપ્રધાન બાલેન શાહે કહ્યું કે અમે પણ ભારતીય જમીન પર કબજો કર્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં ગાઝિયાબાદમાં વિદ્યાર્થીની હત્યાના આરોપી અસદના એન્કાઉન્ટરના સમાચાર પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. 25થી વધુ મંત્રીઓ શપથ લઈ શકે છે. 2. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ગિલના ગઢમાં ગુજરાતની હાર:RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન; 5 વિકેટે જીત્યું, કોહલીના નોટઆઉટ 75 રન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. બેંગલુરુએ 2025માં આ જ મેદાન પર પંજાબ કિંગ્સને હરાવીને ખિતાબ જીત્યો હતો. તે સતત બે IPL ટ્રોફી જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પણ આવું કરી ચૂકી છે. કોહલી-વેંકટેશ વચ્ચે 62 રનની પાર્ટનરશીપ 156 રનના ટાર્ગેટનો પીછો કરતા RCBને વેંકટેશ ઐયર અને વિરાટ કોહલીએ ઝડપી શરૂઆત અપાવી. ઐયરે 16 બોલમાં 32 રન બનાવ્યા, જ્યારે કોહલીએ શરૂઆતથી જ ઇનિંગ્સને સંભાળી રાખી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 27 બોલમાં 62 રનની પાર્ટનરશીપ થઈ. દેવદત્ત પડિક્કલ (1), રજત પાટીદાર (15) અને કૃણાલ પંડ્યા (1) જલ્દી આઉટ થયા, પરંતુ કોહલીએ બીજા છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 17 વર્ષના એન્ટી નેશનલ એજન્ટ્સ!:રાહુલે CBSE વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, કહ્યું- જેમણે કેન્દ્ર-CBSEને સવાલ કર્યા, તેમને આતંકવાદી કહ્યા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ CBSE 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો અને CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) પ્રક્રિયામાં ગડબડીના આરોપોને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. રાહુલે જે વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમાં વેદાંત પણ સામેલ હતો. વેદાંતનો આરોપ છે કે રી-ઇવેલ્યુએશન દરમિયાન પોર્ટલ પર જે સ્કેન કરેલી કોપી અપલોડ કરવામાં આવી હતી, તે તેની નહોતી. તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા પછી અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ આવી ફરિયાદો લઈને સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સંસદના પહેલાં સંબોધનમાં નેપાળી PMનો ધડાકો:બાલેન શાહે કહ્યું- અમે ભારતીય જમીન પર કબજો કર્યો, સીમા વિવાદ પર બ્રિટન પાસેથી દખલગીરીની માગ કરી નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારત-નેપાળ સરહદ વિવાદ પર મોટું નિવેદન આપ્યું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, તેમણે કહ્યું કે માત્ર ભારતે જ નેપાળી જમીન પર અતિક્રમણ કર્યું નથી, પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતીય વિસ્તારો પર અતિક્રમણ કર્યું છે. રવિવારે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું, “વડાપ્રધાન બન્યા પછી મને આ જાણવા મળ્યું છે. બંને દેશોએ બેસીને આ મામલાની તપાસ કરવી જોઈએ.” ભારત અને ચીન વચ્ચે લિપુલેખ અને લિમ્પિયાધુરાના માર્ગે થતા વેપાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે વિવાદોનો ઉકેલ રાજદ્વારી વાટાઘાટો દ્વારા લાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે નેપાળે પહેલાથી જ ભારતને એક સત્તાવાર રાજદ્વારી નોટ મોકલી છે અને ભારત તરફથી તેનો જવાબ પણ મળી ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇઝરાયલનો લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો:સૈનિકોએ પહાડી પર ધ્વજ ફરકાવ્યો; 26 વર્ષમાં સૌથી મોટી ઘૂસણખોરી ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં 900 વર્ષ જૂના બ્યુફોર્ટ કિલ્લા અને આસપાસની ટેકરીઓ પર કબજો કરી લીધો છે. ઇઝરાયલી અધિકારીઓ દ્વારા રવિવારે જાહેર કરાયેલા તસવીરો અને વીડિયોમાં કિલ્લા પર ઇઝરાયલી ધ્વજ લહેરાતા જોવા મળ્યા. ઇઝરાયલી સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું કે સેનાએ આસપાસના ગામોમાં ઘણા દિવસો સુધી ચાલેલી ભીષણ લડાઈ અને હવાઈ હુમલાઓ પછી આ સફળતા હાંસલ કરી છે. અલ જઝીરા અનુસાર છેલ્લા 26 વર્ષમાં ઇઝરાયલની લેબનોનમાં આ સૌથી મોટી ઘૂસણખોરી છે. બ્યુફોર્ટ કિલ્લો 1982 થી 2000 સુધી દક્ષિણ લેબનોન પર ઇઝરાયલી કબજા દરમિયાન તેની સેનાનો એક મુખ્ય સૈન્ય અડ્ડો હતો. 700 મીટર ઊંચી ટેકરી પર બનેલા આ કિલ્લા પરથી દક્ષિણ લેબનોન ઉપરાંત ઇઝરાયલના મોટા ભાગ પર નજર રાખી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપીમાં વિદ્યાર્થીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર:બાઇક પર ભાગી રહ્યો હતો, પોલીસે ઘેર્યો, માતા સરોજે કહ્યું- મારા દીકરાને ન્યાય મળ્યો, CM યોગીનો આભાર ગાઝિયાબાદમાં 11મા ધોરણના વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો મુખ્ય આરોપી અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આરોપી શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો. રવિવારે વહેલી સવારે 4 વાગ્યે પોલીસે તેને ઘેર્યો ત્યારે તેણે ફાયરિંગ કર્યું. જવાબી ફાયરિંગમાં તે ઠાર થયો. પોલીસે શનિવારે જ તેના પર 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. એન્કાઉન્ટર શહેરના વસુંધરા વિસ્તારમાં થયું. બકરીદના દિવસે (28 મે) 17 વર્ષના સૂર્યાની હત્યા થઈ હતી. સગીર મિત્રના જણાવ્યા અનુસાર, અસદે ફોન કરીને સૂર્યાને બોલાવ્યો. સાથીઓ સાથે તેને ઘેરી લીધો અને છરીથી ઉપરાછાપરી હુમલા કર્યા. ઘટના પહેલા તેણે સૂર્યાને પૂછ્યું હતું - શું ક્યારેય બકરાને હલાલ થતો જોયો છે? આવો, બતાવીએ. આનો CCTV પણ સામે આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં આજથી વસતી ગણતરીનો પ્રારંભ:1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, આ ત્રણ સવાલોનાં જવાબ ન આપતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી:અરવલ્લી-સાબરકાંઠા સહિત 6 જિલ્લાઓમાં યલો એલર્ટ, રાજ્યમાં ધોધમારની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. 31 મેની મધરાતે 12 વાગ્યા બાદ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતાની બેઠકમાં 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર:અભિષેક-કલ્યાણ પર હુમલા વિરુદ્ધ આવતીકાલે પ્રદર્શન, પાર્ટીએ કહ્યું– તમામ ધારાસભ્યો તૈયારીમાં વ્યસ્ત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પુતિનનો ₹2.47 લાખ કરોડનો એન્ટી-એજિંગ પ્રોજેક્ટ:મિની-પિગ્સની અંદર માનવ અંગો ઉગાડવા પર કામ શરૂ, વધતી ઉંમરને ધીમી કરવાનો ધ્યેય વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ટ્રમ્પની દીકરી માટે એર ડિફેન્સ સિસ્ટમ-બુલેટપ્રૂફ કાફલો:જેસલમેરમાં ટિફનીનું રજવાડી સ્વાગત, ઘૂમર ડાન્સ અને શણગારેલા ઊંટો; પતિ સાથે 2 લાખ ભાડાના વિલામાં રોકાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : કેનેથ લોને કોર્ટે 14 આરોપોમાં દોષિત ઠેરવ્યો:આત્મહત્યા માટે લોકોને ઉશ્કેરતો હતો, 41 દેશોમાં 1200 ઝેરી પેકેટ મોકલ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જૂનમાં 11 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 5 દિવસ બેંકો બંધ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટીમ ઈન્ડિયાના ફ્યુચર સુપરસ્ટાર્સ:IPL 2026માં ધૂમ મચાવનારા ટોપ-10 'વન્ડર બોય્ઝ', ઓક્શનમાં કિંમત ઓછી પણ મેદાન પર પ્રદર્શન મોટું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કર્ક રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ:5 મહિના સુધી ઉચ્ચની રાશિમાં ભ્રમણ કરશે, કોને લાભ અને કોને નુકસાન થશે? જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ડુક્કર ₹5 કરોડમાં વેચ્યું, વર્લ્ડ રેકોર્ડ બન્યો અમેરિકામાં 13 વર્ષના બાળકે પોતાનું પાલતુ ડુક્કર ₹5 કરોડમાં વેચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ હરાજી હ્યુસ્ટન લાઇવસ્ટોક શોમાં થઈ હતી. અહીં બાળકો મહિનાઓ સુધી પશુઓ પાળે છે અને પછી તેમની હરાજી થાય છે. મોટી કંપનીઓ ઊંચી બોલી લગાવીને બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય આપે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: હાર્દિક, પંત, રહાણે... IPL 2026 કેપ્ટનો પર કેમ ભારે પડ્યું? શું આગામી સિઝનમાં 50% કેપ્ટન બદલાશે? કયા નવા ચહેરાઓને તક મળશે 2. MATCH મસાલા : અમદાવાદમાં IPLની ટ્રોફીનો વરઘોડો નીકળ્યો: તારક મહેતા સિરિયલની હીરોઈને ક્યા ક્રિકેટરને ટાર્ગેટ કર્યો?; ફાઈનલ પહેલા જુઓ IPLની સૌથી મસાલેદાર મોમેન્ટ્સ 3. સન્ડે બિગ સ્ટોરી : કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રીની સિસ્ટમ ધરમૂળથી બદલાશે: વધુ કમાણી કરનારા માટે PR સરળ થઇ શકે, ઇમિગ્રેશન એક્સપર્ટ પાસેથી જાણો કયા કડક નિયમોમાં રાહત મળશે 4. ખાખી કવર : વર્ષે સેંકડોને ગળી જતી પાર્વતી વેલીનું અકબંધ રહસ્ય: નાગા સાધુની સાથે ગયેલો વિદેશી યુવાન ક્યાં ગાયબ થયો? આ ખીણ ‘ડેથ વેલી’ શા માટે બની? 5. 2026નું NEETનું પેપર લીક થવું નક્કી જ હતું!: 46માંથી 45ને જામીન, માસ્ટરમાઇન્ડ સામે કેસ જ નહીં; નામ બદલાયા પરંતુ મોડલ એ જ રહ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:મેષ, વૃષભ અને મકર રાશિને સંપત્તિ સંબંધિત લાભ થશે, તુલા રાશિને પ્રતિભા બતાવવાની સુવર્ણ તક મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    LPG, ATM और पैन कार्ड से लेकर इन 7 चीजों के आज से बदल रहे हैं न‍ियम, जानिए उपभोक्‍ता की जेब पर कितना पड़ेगा असर
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અસ્થિરતા અને વિદેશી સંસ્થાકીય વેચવાલી વચ્ચે બજારમાં મંદીનો માહોલ...!!!

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment