Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ મોઢવાડિયાએ માઈક કાઢી નાખ્યું:મીડિયાને સવાલનો જવાબ આપવાનું ટાળ્યું, લોકસાહિત્યકારને મંજૂરી મળતાં અન્ય માલધારીઓનો વિરોધ

    9 hours ago

    અમરેલી જિલ્લાના ધારી ગીરમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને નેસમાં માલધારી તરીકે મંજૂરી મળતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે અન્ય માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મીડિયા દ્વારા અર્જૂન મોઢવાડિયાને આ મુદ્દે સવાલ કરાતાં જ તેમણે માઈક કાઢી નાખ્યું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું. 2023માં પિતાની અરજી નામંજૂર, રાજભાની 2026માં મંજૂર ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી પાણીયા રેન્જમાં લીલીપાણી નેસમાં રાજભા ગઢવીના પિતાના નામે વર્ષ 2023માં માલધારી તરીકેની અરજી કરવામાં આવી હતી. જોકે, વન વિભાગ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી હતી, કારણ કે તેમના પિતાને સરકારે જમીન સાંથણી માટે આપી હતી અને રેવન્યુમાં મિલકત ન હોવી જોઈએ તેવી શરત હતી. થોડા દિવસો પહેલા,ગત 22મી તારીખે રાજભા ગઢવીએ ફરી અરજી કરતા તેમને માલધારી તરીકે મંજૂરી મળી હતી. આ મંજૂરી મળતા જ અન્ય માલધારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો. માલધારીઓએ ગાંધીનગર પહોંચી રજૂઆતો કરી કેટલાક માલધારીઓ ગાંધીનગર પહોંચી રજૂઆતો કરી હતી અને મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે, "અમને પણ મંજૂરી આપો, રાજભા જેટલા જ અમારી પાસે પુરાવા છે. વન વિભાગ અમને જવાબ આપતું નથી." આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા કે જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું. મીડિયા સામે વનમંત્રીએ મૌન ધારણ કરી લીધું રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ગીરપૂર્વની મુલાકાતે પહોંચ્યા હતા. મીડિયા દ્વારા રાજભા ગઢવીને મળેલી મંજૂરી અને માલધારીઓના વિરોધ અંગે સવાલ પૂછવામાં આવતા, વનમંત્રીએ મૌન ધારણ કરી મીડિયાને જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નકારાત્મક અભિપ્રાય છતાં સેલિબ્રિટીના લીધે લીલીઝંડી સ્થાનિક રેન્જ અધિકારી દ્વારા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હોવા છતાં, ડીસીએફ દ્વારા રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી આપવામાં આવી હતી. સિનિયર અધિકારી દ્વારા 'સેલિબ્રિટી'ના કારણે કેટલાક કારણોસર લીલીઝંડી આપવામાં આવતા સ્થાનિક ગીર પૂર્વ ડિવિઝન વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ રોષનો માહોલ છવાયો હતો. જોકે, સિનિયર અધિકારી હોવાને કારણે સ્થાનિક અધિકારી-કર્મચારીઓ લાચાર બન્યા હતા. ગીરમાં માલધારી તરીકેની આ મંજૂરીને કારણે વિવાદ વધુ વકરી શકે છે. વિવાદનું મૂળ આ પણ વાંચો… રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા: ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી ગીરના સિંહોની સલામતીના સરકાર ઘણા દાવા કરે છે. પણ કલાકારોની વગ સામે અધિકારીઓ કેવી રીતે નતમસ્તક થઈને જાય છે અને ગીરની સુરક્ષા માટે બનાવેલા નિયમોને નેવે મૂકી દેવાય છે તેનો જીવતો જાગતો પુરાવો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યો છે. જાણિતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી આ વિવાદના કેન્દ્રમાં છે. થોડા દિવસો પહેલાં રાજભાએ વનવિભાગમાં અરજી કરી હતી. તેમણે અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ અને આ સાથે જ વનવિભાગની બેવડી નીતિનો પર્દાફાશ થયો. કારણ કે રાજભાના જ પિતાએ 3 વર્ષ પહેલાં કંઈક આવી જ અરજી કરી હતી, અને આ જ વિભાગે સજ્જડ કારણો ધરીને પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દિવ્ય ભાસ્કર પાસે આ બન્ને અધિકારીઓના લેખિત નિર્ણયના ડોક્યુમેન્ટ્સ છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો) અમરેલી- જૂનાગઢના માલધારીઓએ સરકાર સામે બાંય ચડાવી લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ. બીજી તરફ, માલધારી તરીકે મંજૂરી મેળવવા વર્ષોથી રાહ જોઈ રહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાની વર્ષો જૂની અરજીઓ નામંજૂર થવા પાછળ વનવિભાગની કિન્નાખોરી જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. નારાજ માલધારીઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને ન્યાય મેળવવા લડત શરૂ કરી છે. રાજભા ગઢવીની અરજી મંજૂર થતા ઊભો થયેલો વિવાદ ગીરમાં વસવાટ કરવા માટે રાજભા ગઢવીના પિતાએ અગાઉ અરજી કરી હતી પણ તે નામંજૂર થઈ હતી. એ પછી મે મહિનાની 19મી તારીખે રાજભા ગઢવી ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઓફિસે પહોંચ્યા હતા, તેમની સાથે કીર્તિદાન ગઢવી અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હતા. રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતા (ચારણ) દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંદાજીત 16 વર્ષ પહેલાં તેઓ વાંઢીયું (માલઢોર) લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજીસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો છે. આથી પાણીયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે. (સંપૂર્ણ અહેવાલ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ખાનગી બસ હડફેટે મોપેડ સવાર યુવતીનું મોત:બસ ડ્રાઈવરની અટકાયત, નેશનલ હાઈવેની કામગીરીને લઈ જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બન્યો અકસ્માત ઝોન
    Next Article
    C.R. Patil in Navsari | નવસારીના સાંસદ સી.આર.પાટીલનો કાર્યકર પ્રેમ જોવા મળ્યો | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment