Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વસ્તી ગણતરી શરૂ થતાં જ વિવાદ:શિક્ષકોની ફરજ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપો

    8 hours ago

    જામનગરમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થતાં જ વિવાદ સર્જાયો છે. શિક્ષકોને વસ્તી ગણતરીની ફરજની ફાળવણીમાં વ્યાપક ભેદભાવ અને ગેરરીતિઓ થયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપો અનુસાર, અધિકારીઓએ વસ્તી ગણતરીની ફરજ ફાળવણીમાં પક્ષપાત કર્યો છે. કેટલાક વગદાર અને અધિકારીઓના નજીકના શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક શિક્ષકોને બમણી કામગીરીનો બોજ સોંપવામાં આવ્યો છે. અગાઉની કામગીરીઓમાંથી બાકાત રહેલા શિક્ષકોને આ વખતે પણ કોઈ ફરજ સોંપવામાં આવી નથી. તાલીમ વર્ગોને લઈને પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરીની તાલીમ દરમિયાન જે શિક્ષકો ગેરહાજર હતા, તેમની પણ હાજરી પુરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબત વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અથવા પારિવારિક સંજોગો ધરાવતા શિક્ષકોની ફરજમાંથી મુક્તિ કે રાહતની વિનંતીઓને પણ તંત્ર દ્વારા અવગણવામાં આવી હોવાનો આક્ષેપ છે. આવા શિક્ષકોને ફરજ પર હાજર રહેવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં IPLની ટ્રોફીનો વરઘોડો નીકળ્યો:તારક મહેતા સિરિયલની હીરોઈને ક્યા ક્રિકેટરને ટાર્ગેટ કર્યો?; ફાઈનલ પહેલા જુઓ IPLની સૌથી મસાલેદાર મોમેન્ટ્સ
    Next Article
    વડોદરાના જેલ રોડ પર દલિત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:વગર પરમિશને રેલી કાઢી ચક્કાજામ કરનાર ટોળા પર પોલીસ તૂટી પડી, પોલીસકર્મી પર જાતિ વિષયક અપશબ્દો બોલ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment