Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ સિવિલ હોસ્પિટલમાં યુવકનું ત્રીજા માળેથી પટકાતા મોત:નશાની હાલત અને પારિવારિક ઝઘડાની ચર્ચા, પોલીસે તપાસ શરૂ કરી

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરની સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે એક ચકચારજનક ઘટના બની હતી. હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે પટકાતા 19 વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળના મફતિયાપરા રિંગ રોડ વિસ્તારમાં રહેતો કરણ સોલંકી (ઉ.વ. 19) રવિવારે વહેલી સવારે અંદાજે સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હોસ્પિટલમાં રાત્રી ફરજ પર હાજર તબીબ ડો. ઉમેશ દરીના જણાવ્યા મુજબ, યુવક ત્રીજા માળે પહોંચી લથડિયાં ખાતો વારંવાર રેલિંગ તરફ જઈ રહ્યો હતો. ત્યાં હાજર અન્ય દર્દીઓના સગાઓ અને સ્ટાફે તેને નીચે ઉતારવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક કોઈનું માન્યો ન હતો અને અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ઘટના બનતા જ હોસ્પિટલ સ્ટાફ દોડી આવ્યો હતો અને ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબી સ્ટાફે યુવકનો જીવ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ ગંભીર આંતરિક ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવક નશાની હાલતમાં હોવાનું તેમજ પારિવારિક ઝઘડાને કારણે આકસ્મિક પગલું ભર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. આ ઘટનાએ વેરાવળ શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મેયર ઉત્તમ સુરાણીની લાતી પ્લોટમાં સરપ્રાઈઝ વિઝિટ:ચોમાસા પૂર્વે રોડ કામોની સમીક્ષા, ગુણવત્તા જાળવવા કડક સૂચના
    Next Article
    Gujarat Weather Forecast LIVE | ગુજરાતમાં અનરાધાર વરસાદની તોફાની બેટિંગ | Heavy Rain | Pre-Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment