Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પાલિકા કેમ્પસની પરબ બિસ્માર:ઠંડા પાણીની પરબમાં નળ તૂટ્યા, ગ્લાસ ગાયબ, ગંદકીનું સામ્રાજ્ય

    11 hours ago

    પાટણ નગરપાલિકા કેમ્પસની બહાર આવેલી પીવાના ઠંડા પાણીની પરબ તંત્રની ઘોર બેદરકારીના કારણે બિસ્માર હાલતમાં છે. આ પરબમાં નળ તૂટી ગયા છે, પાણી પીવાના ગ્લાસ ગાયબ છે અને ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાલિકા કેમ્પસની બહાર પ્રજાના ઉપયોગ માટે પીવાના ઠંડા પાણીની આ પરબ બનાવાઈ છે, જેમાં વોટર કુલર પણ મુકાયેલું છે. જોકે, જાળવણીના અભાવે આ સુવિધા હાલમાં મુશ્કેલીનું કારણ બની છે. પરબની બહાર મુકાયેલી કુલ બે ચકલીઓ પૈકી એકને કાયમી ધોરણે બંધ કરી દેવાઈ છે, જ્યારે બીજી ચકલીનું નાળચું આડું થઈ ગયું છે. અહીં પાણી પીવા માટેના ગ્લાસને સાંકળથી બાંધવા માટેની કડીઓ ઉપલબ્ધ હોવા છતાં, સ્થળ પર ન તો સાંકળ જોવા મળે છે કે ન તો કોઈ ગ્લાસ. આ વ્યવસ્થાના અભાવે પાણી પીવા આવતા લોકોને કમરેથી વાંકા વળીને કે મોંઢાને આડા થઈ ગયેલા નળ સુધી લંબાવીને તરસ છિપાવવાની ફરજ પડી રહી છે. આ સુવિધા માત્ર નળ પૂરતી જ સીમિત નથી, પરંતુ નળ નીચે પ્લેટફોર્મ પર લગાવેલા બે ટબ લાંબા સમયથી સફાઈના અભાવે કાળા પડી ગયા છે અને તૂટી ગયા છે. આ કારણે નળમાંથી નીકળતું પાણી પ્લેટફોર્મ પર રહેવાને બદલે સીધું જ નીચે પડે છે, જેનાથી પાણી પીવા આવતા નાગરિકોના કપડાં પલળી જાય છે. આ ઉપરાંત, પરબની આસપાસ અને તેની ભીંતો પર ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. સમગ્ર શહેરમાં વિકાસ અને રિપેરિંગના દાવા કરતી પાલિકા પોતાની કચેરીના આંગણે આવેલી પરબનું સુચારૂં રિપેરિંગ કરાવી શકતી નથી. રોડ-રસ્તા સહિતની અન્ય સુવિધાઓના રિપેરિંગની કામગીરી કરતી પાલિકાની આ બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર પોલીસે ખોવાયેલો iPhone-14 CCTVથી શોધી કાઢ્યો:કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી અરજદારને મોબાઈલ પરત મળ્યો
    Next Article
    મોરબી મેયર ઉત્તમ સુરાણીની લાતી પ્લોટમાં સરપ્રાઈઝ વિઝિટ:ચોમાસા પૂર્વે રોડ કામોની સમીક્ષા, ગુણવત્તા જાળવવા કડક સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment