Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મામલતદાર કચેરીની કલેક્ટર સ્વપ્રિલ ખરેએ લીધી મુલાકાત:જનસેવા, ઈ-ધરા, પુરવઠા શાખા સહિતની કામગીરી સ્થળ પર ચકાસી

    7 hours ago

    મોરબી જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે. આ હેતુસર, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેએ 30 મે 2026 ના રોજ મોરબી શહેર મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, કલેક્ટરે કચેરી પરિસરમાં કાર્યરત જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર, પુરવઠા શાખા અને ઓળખ કાર્ડ સંબંધિત કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નાગરિકોને અપાતા વિવિધ દાખલાઓ, સરકારી યોજનાઓ હેઠળ મળતી આર્થિક-સામાજિક સહાયોની વિગતો તેમજ સીટી તલાટીની દૈનિક કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. કલેક્ટરે કચેરીના અધિકારીઓ અને સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અરજદારોનો બિનજરૂરી સમય ન બગડે અને તમામ વહીવટી પ્રક્રિયાઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું. તેમણે અરજીઓના ઝડપી નિકાલ અને જનસુખાકારીના કાર્યોને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્થળ પર જ જરૂરી વહીવટી સૂચનો અને દિશાનિર્દેશો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જેમિની ગણતરીની મિનિટમાં તમારો 'હમશકલ' બનાવી દેશે!:ગૂગલનું 'ડિજિટલ અવતાર' ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આશીર્વાદ, કેમેરા સામે આવ્યા વિના વીડિયો બનાવશે
    Next Article
    West Asia crisis: Govt waives import duty on cotton till October 30

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment