Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરજબારી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત:કેબિનમાં ડ્રાઈવર ફસાયો, મોરબી ફાયર ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    7 hours ago

    સુરજબારી પુલ પહેલા દેવસોલ્ટ નજીક રવિવારે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. મોરબી ફાયર કંટ્રોલ રૂમને સવારે 06:45 વાગ્યે રેસ્ક્યુ કોલ મળતા જ મોરબી ફાયર ટીમ, ટોલ પ્લાઝા રોડ પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ફસાયેલા ડ્રાઈવરને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે સુરજબારી PHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, અકસ્માતમાં અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, હાઈવે પર અકસ્માતને કારણે માર્ગ અવરોધિત થયો હતો, જેના પરિણામે અંદાજે 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ કોંગ્રેસની બે દિવસ રિવ્યૂ બેઠક:જિલ્લાદીઠ 40 આગેવાનોને બેઠકમાં બોલાવાયા, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારની યાદી મંગાવાઈ; સંગઠનમાં ફેરફાર થઈ શકે
    Next Article
    Delhi-NCR Braces For Thunderstorms, Light Rain Likely In Isolated Areas

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment