Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોમદોમ સાહ્યબી છતાં હંમેશા વ્યાકુળ રહેતો રાજા સંતની શરણે પહોંચ્યો:સંતે સળગતી લાકડીઓ દ્વારા આપ્યો જીવનનો સૌથી મોટો પાઠ

    1 week ago

    એક લોકકથા અનુસાર જૂના સમયમાં એક શક્તિશાળી રાજા હતો. તેની પાસે ધન-સંપત્તિ, વિશાળ રાજમહેલ, સેવકો, સુખ-સુવિધાઓ અને આજ્ઞાકારી પ્રજા બધું જ હતું. પરિવાર પણ સુખી હતો અને રાજ્યમાં કોઈ પણ પ્રકારનો અભાવ નહોતો. બહારથી જોતા લાગતું હતું કે, રાજા સૌથી સુખી માણસ છે, પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ હતી. રાજાનું મન હંમેશા અશાંત રહેતું હતું. તેને રાત્રે ઊંઘ આવતી નહોતી અને નાની-નાની વાતો પર તે ગુસ્સે થઈ જતો, પરેશાન થઈ જતો હતો. મનની બેચેનીએ તેની ખુશીઓ છીનવી લીધી હતી. એક દિવસ રાજાએ પોતાના નગરના પ્રખ્યાત સંત વિશે સાંભળ્યું, જેમની પાસે લોકો પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવવા આવતા હતા. રાજા તરત જ સંતના આશ્રમે પહોંચ્યો. તેણે સંતને પ્રણામ કર્યા અને નમ્રતાથી કહ્યું, 'ગુરુદેવ, મારી પાસે બધું જ હોવા છતાં મનમાં શાંતિ નથી. કૃપા કરીને એવો ઉપાય બતાવો, જેનાથી મારું મન શાંત થઈ શકે.' રાજાની વાત સાંભળીને સંત તરત ઊભા થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા. રાજા પણ તેમની પાછળ-પાછળ પહોંચી ગયો. બહાર જઈને સંતે કેટલીક સૂકી લાકડીઓ ભેગી કરી અને તેમને સળગાવવા લાગ્યા. થોડી-થોડી વાર પછી આગ સળગી ગઈ, ત્યારબાદ સંત આગમાં એક-એક લાકડી નાખતા જતા હતા. ધીમે-ધીમે આગ વધુ તેજ થતી ગઈ અને તેની જ્વાળાઓ ઊંચી ઊઠવા લાગી. રાજા આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો, પરંતુ તેને કંઈ સમજાતું નહોતું કે સંત શું કરવા માંગે છે? થોડી વાર પછી સંત પાછા પોતાની જગ્યાએ આવીને બેસી ગયા. રાજાએ ફરી પોતાની સમસ્યા દોહરાવી. ત્યારે સંત હસ્યા અને બોલ્યા, 'મહારાજ, મેં તમારી સમસ્યાનો ઉકેલ હમણાં જ બહાર આપી દીધો હતો, પરંતુ તમે સમજી શક્યા નહીં.' રાજા આશ્ચર્યચકિત થઈને બોલ્યો, 'મહારાજ, હું કંઈ સમજ્યો નહીં.' સંતે શાંત સ્વરમાં કહ્યું, 'દરેક વ્યક્તિની અંદર એક અગ્નિ હોય છે. જો તેમાં પ્રેમ, દયા અને સેવાની આહુતિ નાખવામાં આવે તો મન શાંત અને પ્રસન્ન રહે છે. પરંતુ જે લોકો તે અગ્નિમાં ક્રોધ, લાલચ, મોહ અને અહંકારના લાકડા નાખે છે, તેમનામાં અશાંતિ વધતી જાય છે. મનની શાંતિ મેળવવા માટે ખરાબ ટેવોનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે માણસ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનું શીખી જાય છે, ત્યારે જ તેને સાચી શાંતિ મળે છે.' રાજા સંતની વાત સમજી ગયો હતો. તેણે તે જ દિવસથી પોતાના સ્વભાવમાં બદલાવ લાવવાનો સંકલ્પ લીધો. ત્યારથી રાજાએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ કર્યું અને દરેક કામ પ્રેમ, શાંતિ અને ધૈર્ય સાથે કરવા લાગ્યો. પ્રસંગની શીખ ક્રોધ માણસની વિચારવાની અને સમજવાની શક્તિને નબળી પાડી દે છે. જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય શાંત રહેવાની ટેવ પાડો. ઊંડા શ્વાસ લેવા અને સકારાત્મક વિચાર રાખવો મદદરૂપ થઈ શકે છે. જરૂરિયાત અને લોભ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જરૂરિયાતો મર્યાદિત હોય છે, પરંતુ લોભ ક્યારેય સમાપ્ત થતો નથી. વધુ મેળવવાની ઈચ્છા ઘણીવાર મનની શાંતિ છીનવી લે છે. સંતોષનો ભાવ જીવનને સરળ અને સુખદ બનાવે છે. જે વાતાવરણમાં આપણે રહીએ છીએ, તેની અસર આપણા વિચારો પર થાય છે. તેથી, એવા લોકો સાથે સમય વિતાવો, જે પ્રેરણાદાયક અને સકારાત્મક વિચારસરણી ધરાવતા હોય. બીજાને મદદ કરવાથી મનને સાચો સંતોષ મળે છે. જ્યારે આપણે કોઈ સ્વાર્થ વિના કોઈનું ભલું કરીએ છીએ, ત્યારે અંદર સકારાત્મક ઊર્જા વધે છે અને માનસિક શાંતિ મળે છે. ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની ચિંતાઓમાં ફસાયેલા રહેવાથી મન અશાંત રહે છે. વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને જીવન બહેતર બને છે. દરરોજ થોડો સમય તમારા વિચારો અને વર્તનનું વિશ્લેષણ કરો. એ સમજવાનો પ્રયાસ કરો કે કઈ આદતો તમને પરેશાન કરી રહી છે અને કયા ફેરફારોની જરૂર છે. ધ્યાન, પ્રાર્થના અને યોગ જેવી પ્રવૃત્તિઓ મનને શાંત કરે છે. નિયમિત ધ્યાન કરવાથી નકારાત્મક વિચારો ઓછા થાય છે અને માનસિક સંતુલન જળવાઈ રહે છે.
    Click here to Read More
    Previous Article
    Madhuri Dixit clarifies she wasn’t pregnant during ‘Dola Re Dola’ shoot: ‘Do the math’
    Next Article
    અમેરિકી MQ-1 ડ્રોન તોડી પાડ્યાનો ઈરાનનો દાવો:ટ્રમ્પે કહ્યું- અમને કરારની ઉતાવળ નથી, ધીમે-ધીમે પોતાની શરતો મનાવીશું, નહીં માને તો ફરી હુમલો કરીશું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment