Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મના ગુનાનો ફરાર આરોપી હિંમતનગરમાં ઝડપાયો:બે વર્ષથી નાસતો ફરતો રાજસ્થાનનો આરોપી પકડાયો

    7 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી દુષ્કર્મના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પાટિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે નાસતો ફરતો હતો. પોલીસને ICJS (Interoperable Criminal Justice System) સિસ્ટમ દ્વારા આરોપીની હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે હાજરી વિશે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસના ડી-સ્ટાફના ધરમવીરસિંહ અને હિતેષકુમારની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એ.બી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, પકડાયેલ આરોપીનું નામ હલુરામ ચિમનલાલ ખરાડી (ઉં.વ. 22, રહે. ડબાચા, તા. ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) છે. તે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હતો. આરોપી હાલમાં આકોદરા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા ખાતે રહેતો હતો. પોલીસે તેને પકડીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકટીવા પરથી પડી ગયેલી બેગ પોલીસે પરત આપી હિંમતનગરના ખાડિયા થી હાજીપુરા જવાના રસ્તા પર એકટીવા પરથી એક મહિલાની બેગ પડી ગઈ હતી જેને લઈને બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેની સીસીટીવી તપાસ કરી શોધીને પરત મહિલાને આપી હતી. આ અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના PI એ.બી ચૌધરીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યા અનુસાર, હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નુસરત પાચભૈયા મહિલાનું એકટીવા પરથી બેગ જેમાં આઈફોન-16 ,રોકડ 15000 અને આશરે નવ તોલાના સોનાના દાગીના હતા. જે બેગ એકટીવા પરથી ખાડિયા થી હાજીપુરા જતા રોડ પર પડી ગયેલ હતી. જે અંગેની જાણવા જોગ નોધાઇ હતી જાણવા જોગ નોધાઇ હતી. ત્યાર બાદ પોલીસ સ્ટાફના માણસોએ રૂટ ઉપરના સીસીટીવી ચેક કરી એક ઇસમને આ કાળા રંગની બેગ મળી આવેલ હોય જે બેગ સાથે ઇસમને પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરીને મહિલાને કાળા રંગની બેગ તમામ મુદ્દામાલ સાથે પરત આપી હતી. આમ પોલીસે ગુમ થયેલ બેગ ગણતરીના દિવસોમાં શોધી કાઢી તમામ મુદ્દામાલ પરત અપાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી:અમદાવાદ, ગીર પંથક, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ, આજે રાજ્યમાં ભારે ચેતવણી
    Next Article
    "No Bigger Advertisement For Test Cricket": Vaibhav Sooryavanshi Sent Huge Message

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment