Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાએ કહ્યું- અભિષેકે હેલ્મેટ ન પહેર્યું હોત તો જીવ ગુમવતા:શરીરમાં લોહીની ગાંઠો જામી, હોસ્પિટલમાં સારવાર ન મળી; ઘરે ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યો

    9 hours ago

    પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જી પર થયેલા હુમલાને ષડયંત્ર ગણાવ્યું. મમતાએ કહ્યું- જો અભિષેકે હેલ્મેટ ન પહેર્યું હોત તો ઘટનાસ્થળે જ તેમનો જીવ જઈ શકતો હતો. હુમલા બાદ અભિષેકને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હોસ્પિટલ પ્રશાસન પર સારવાર ન કરવા દબાણ કરવામાં આવ્યું. સાથે જ તેમને જલ્દી ડિસ્ચાર્જ કરવા માટે કહેવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના સોનારપુર દક્ષિણમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે શનિવારે મારપીટ કરવામાં આવી. તેઓ અહીં ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત ટીએમસી કાર્યકરોને મળવા પહોંચ્યા હતા. આરોપ છે કે ત્યાં પહોંચતા જ ભાજપના કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને સૂત્રોચ્ચાર કરતા તેમની સાથે મારપીટ કરી. લોકોએ તેમના પર પથ્થર, જૂતા અને ઇંડા ફેંક્યા, તેમનો શર્ટ ફાડી નાખ્યો. અભિષેકને હેલ્મેટ પહેરાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. મમતાએ કહ્યું- સાઉથ કોલકાતાના ડીસીપીએ હોસ્પિટલ પર દબાણ કર્યું હુમલા બાદ અભિષેકને પહેલા એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોકટરોએ ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. બાદમાં તેમને બેલે વ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં અભિષેકને મળ્યા બાદ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી. મમતાના 2 આરોપ; કહ્યું- હવે ઘરે સારવાર 3 તસવીરોમાં આખો ઘટનાક્રમ… ભીડે અભિષેકને ઘેર્યો, ઇંડા-પથ્થરો ફેંક્યા અભિષેકને સુરક્ષાકર્મીઓએ હેલ્મેટ પહેરાવીને સુરક્ષિત બહાર કાઢ્યા ઝપાઝપી દરમિયાન અભિષેકનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો અભિષેક સોનારપુરમાં જ્યાં ગયા હતા, ત્યાં ચૂંટણી પછી હિંસા થઈ હતી દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલું સોનારપુર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં ટીએમસી અને ભાજપ વચ્ચે ચૂંટણીઓ દરમિયાન અને પછી રાજકીય હિંસા થતી રહી છે. વિધાનસભા ચૂંટણી 2026 પછી મે મહિનામાં થયેલી હિંસામાં સોનારપુરમાં એક ટીએમસી કાર્યકરનું મૃત્યુ થયું હતું. જ્યારે સોનારપુરના કામરાબાદ નસ્કરપાડા વિસ્તારમાં ભાજપ કાર્યકર સૌમેન દાસના ઘરમાં આગ લગાડી દેવામાં આવી હતી. સોનારપુર દક્ષિણમાંથી ભાજપના રૂપા ગાંગુલી ધારાસભ્ય છે. તેમણે 2026ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી ઉમેદવાર અરુંધતી મૈત્રા (લવલી મૈત્રા) ને હરાવ્યા હતા. 4 મે: બંગાળમાં પ્રથમ વખત ભાજપને બહુમતી મળી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 4 મેના રોજ આવેલા પરિણામોમાં ભાજપે 294માંથી 208 બેઠકો જીતીને પહેલીવાર સરકાર બનાવી હતી. TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. અભિષેક બેનર્જીના સંસદીય ક્ષેત્રની વિધાનસભા બેઠક ફાલતામાં ભાજપે સૌથી મોટા અંતરથી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં BJPના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાના ફ્યુચર સુપરસ્ટાર્સ:IPL 2026માં ધૂમ મચાવનારા ટોપ-10 'વન્ડર બોય્ઝ', ઓક્શનમાં કિંમત ઓછી પણ મેદાન પર પ્રદર્શન મોટું
    Next Article
    સુરેન્દ્રનગરમાં પ્રોબેશન ફરજ બજાવતા ASP કરન પન્નાનું સન્માન:વિશ્વ હિન્દુ પરિષદે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં કર્યું અભિવાદન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment