Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે અધિક જેઠ પૂનમે અન્નકૂટ ભરાયો:મંગળા આરતીમાં ભક્તોની ભીડ, દર્શન કરી ધન્યતા અનુભવી

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે અધિક જેઠ પૂનમ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી હતી. આ દિવસે એક ભક્ત દ્વારા માતાજીને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના માણસાના એક ભક્ત દ્વારા કમળ પર બિરાજમાન અંબિકા માતાજીને અધિક જેઠ માસની પૂનમે વિશેષ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. રવિવારે અધિક જેઠ માસની પૂનમ હોવાથી દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. સવારે 6:30 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભીડ જોવા મળી હતી. પૂનમ ભરવા આવેલા ભક્તોએ કમળ પર સવાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    IPS પ્રોબેશનર કરણ પન્નાની DPT પૂર્ણ:સુરેન્દ્રનગર પોલીસે ભાવભીની વિદાય આપી
    Next Article
    સાબરકાંઠામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ:પાંચ તાલુકામાં અડધાથી પોણા ઇંચ સુધી વરસાદ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment