Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો:ચીખલી-ગણદેવીમાં પવન સાથે હળવો વરસાદ, ઠંડક પ્રસરી

    10 hours ago

    નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીખલી અને ગણદેવી તાલુકામાં પવન સાથે હળવો વરસાદ શરૂ થયો છે. આ વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને ઠંડક મળતાં રાહત અનુભવાઈ છે. ચીખલી, થાલા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે થયેલા આ હળવા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા. ઉનાળાની આકરી ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી આંશિક રાહત મળી છે. બીજી તરફ, વાતાવરણમાં આવેલા આ બદલાવ અને વરસાદી ઝાપટાંને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ હળવા વરસાદને ચાલુ વર્ષે ચોમાસાના વહેલા આગમનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોદીના મન કી બાતનો 134મો એપિસોડ:પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર બોલી શકે છે; ગઈ વખતે વસ્તી ગણતરી પર ચર્ચા કરી હતી
    Next Article
    IPS પ્રોબેશનર કરણ પન્નાની DPT પૂર્ણ:સુરેન્દ્રનગર પોલીસે ભાવભીની વિદાય આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment