Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:કેવળ પોતાના માટે વાયોલિન વગાડવું

    8 hours ago

    ભારતના જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાન ક્રિકેટર વિરાટ કોહલીએ થોડા સમય પહેલાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એને વારંવાર એની યોગ્યતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિ કોહલી જેવા સફળ ખેલાડીની જ નથી, લાખો લોકોએ દિવસ ઊગતાની સાથે પોતાની યોગ્યતા સાબિત કરવા સંઘર્ષ કરવો પડે છે. જીવનના દરેક ક્ષેત્રમાં, ઉંમરના દરેક તબક્કામાં, માણસે એની યોગ્યતાનાં પ્રમાણ આપવાં પડે છે, પછી તે શાળામાં ભણતાં બાળકો હોય કે મલ્ટિનેશનલ કંપનીના વડા હોય. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ મેળવી અભ્યાસનિષ્ઠા સાબિત કરવી પડે છે. હવે તો કોઈ ગેરંટી નથી કે લેવાઈ ગયેલી પરીક્ષા કેન્સલ નહીં થાય. એવા અનિશ્ચિત વાતાવરણમાં લાખો વિદ્યાર્થીઓએ ટકી રહેવાની ક્ષમતાનાં પણ પ્રમાણ આપવાં પડે છે. નાની-મોટી પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓને અશક્ય ટારગેટ આપવામાં આવે છે અને તે એમણે સમયસર પાર પાડી પોતાની ઉપયોગીતા સાબિત કરતા રહેવું પડે છે. અંગત જીવનમાં પ્રેમ અને વાત્સલ્યની સાબિતીઓ આપવી પડતી હોય એવી ઘટનાઓ પણ બને છે. ઝડપથી બદલાતાં જીવનમૂલ્યોની વચ્ચે માતાપિતાએ સંતાનોને સાચી દિશામાં વાળવાની યોગ્યતા સાબિત કરવી પડે છે. વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્થાઓ, રાજકારણ અને ન્યાયતંત્ર સુધ્ધાં નિરંતર મૂલ્યાંકનના ઘેરામાં આવી ઊભાં છે. આધુનિક જીવન અંતહીન કસોટીમાં ફસાઈ ગયું છે. દરેક જગ્યાએ એક જ પ્રશ્ન અલગઅલગ રીતે પૂછવામાં આવે છે – તમે શું સિદ્ધ કર્યું? તમારી કાબેલિયત શી છે? મુજરિમોની સંખ્યાની સરખામણીમાં ન્યાય તોળનારની સંખ્યા વધી ગઈ છે. અગાઉના સમયમાં લોકો મોટે ભાગે પારિવારિક વ્યવસાયમાં ગોઠવાઈ જતા. ખેડૂતનો દીકરો ખેતી કરતો, સુથારનો દીકરો સુથારીકામમાં નિપુણતા મેળવતો. તે સમયે પણ જીવન આસાન નહોતું, છતાં લોકોએ ડગલેને પગલે બહારના જગત સામે એમની યોગ્યતા સાબિત કરવાના પડકારનો સામનો કરવો પડતો નહોતો. હવે કારકિર્દીનાં ક્ષેત્રો વધ્યાં છે તો સામે ગળાકાપ સ્પર્ધા પણ વધી છે. નવી પેઢી ચેલેન્જિંગ કાર્યક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવા લાગી છે, ઊંચા પગાર મળે છે, છતાં એમની જોબ કેટલી ટકશે એની કોઈ ખાતરી રહી નથી. એ. આઇ.ના યુગમાં મોટીમોટી કંપનીઓ એમના કુશળ કર્મચારીઓને છૂટા કરવા લાગી છે, ઉપયોગીતા અને કૌશલ્યના માપદંડ ઝડપથી બદલાઈ રહ્યા છે. માણસને સાધનની જેમ વાપરી ફેંકી દેવામાં આવે છે. અમાનવીય વાતાવરણમાં વ્યક્તિગત યોગ્યતા સાબિત કરવી લગભગ અશક્ય બની ગયું છે. પ્રશ્ન થાય કે માણસ પોતાને કેટલી હદ સુધી યોગ્ય સાબિત કરતો રહે. દક્ષિણ કોરિયાના ફિલસૂફ બ્યુંગ-ચાન હાને કહ્યું છે તેમ એક સમયે લોકો બાહ્ય પરિબળોના દબાણને વશ થઈ સારાં પરિણામો આપવા મહેનત કરતા હતા, આજે લોકો ઉપલબ્ધિ મેળવવા માટે જાતે જ પોતાના પર દબાણ ઊભું કરે છે, જાણે પોતે જ કેદી અને પોતે જ જેલર. કર્મચારીઓ મોડી રાત સુધી કંપનીનાં કામ કરે છે. એમને ડર છે કે તેઓ કામ કરતા ‘દેખાશે’ નહીં તો કંપની એમને બિનજરૂરી માની ફેંકી દેશે. એવા સંજોગોમાં ફસાયેલા લોકો થોડો આરામ કરવાની આવશ્યકતાને અંગત નિષ્ફળતા માનવા લાગ્યા છે. માનવજીવન નિરંતર મૂલ્યાંકન માટે ઘડાયું નથી, છતાં લોકો સતત ચાલતી મૂલ્યાંકન પદ્ધતિના ચક્રવ્યૂહમાં ફસાયા છે. ઇન્ટરવ્યૂ, પ્રમોશન, રેન્કિંગ, સોશિયલ મીડિયા પર ફોલૉઅર્સની સંખ્યા, પ્રવેશપરીક્ષાઓ અને ઢગલાબંધ ટાર્ગેટની નાગચૂડ. આ પરિસ્થિતિ ધીરેધીરે ચિંતા અને ડરમાં ફેરવાતી જાય છે – હું મારી યોગ્યતા સાબિત કરી શકીશ નહીં તો નિષ્ફળ કહેવાઈશ. એ જ ચિંતા અને ભયને કારણે કેટલાય સફળ જણાતા લોકો પણ અસુરક્ષાનો ભાવ અનુભવે છે. સંપત્તિ અને પ્રસિદ્ધિ એમની બેચેની દૂર કરી શકતી નથી. એક કામ પૂરું થાય ત્યાં બીજાં અનેક કામ મોઢું ફાડીને સામે ઊભાં હોય છે, જાણે સતત સંઘર્ષ જીવનનો એકમાત્ર હેતુ હોય! રોજિંદા જીવનમાં લોકો એકબીજાને એમની અધૂરપની યાદ અપાવે છે અને દબાણ વધતું જાય છે. સામાન્ય વાતચીતમાં લોકો પૂછે છે – તમારી આવક કેટલી છે? હજી પોતાનું ઘર નથી બનાવ્યું નથી? સ્કૂટરથી જ ચલાવી લો છો? સંતાનો બરાબર ભણતાં ન હોય તો તકલીફ અને સારી કૉલેજમાં એડમિશન મળ્યું ન હોય તોય તકલીફ. કોઈ પૂછતું નથી કે ‘તમને જીવનમાં સાચી શાંતિ મળે છે કે નહીં’ કે ‘રાતે નિરાંતે ઊંઘ આવે છે કે નહીં.’ કોઈનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે સાથ આપવો, શોકગ્રસ્ત વ્યક્તિને સાંત્વના આપવી, વૃદ્ધ માતાપિતાની સંભાળ રાખવી, આર્થિક સંકડામણમાં પણ પ્રામાણિકતા જાળવી રાખવી – એવાં કેટલાંય સૌથી મૂલ્યવાન કાર્યોનાં સાર્વજનિક પ્રમાણો હોતાં નથી અને એ આંકડામાં માપી શકાતાં નથી. સદભાવ અને સંવેદનશીલતા માનવની યોગ્યતાનાં સાચાં પ્રમાણપત્રો છે. આવા સમયમાં કેટલાક લોકો યોગ્યતાનાં પ્રમાણો આપતા રહેવાના દબાણનો વિરોધ કરવા લાગ્યા છે. તેઓ ઊંચા પગારની નોકરી છોડી વતનમાં પાછા ફરે છે અને મનગમતું કામ કરી સાદું જીવન જીવે છે. આપણો પરિવાર આપણી માનવ હોવાની સાબિતી છે. પ્રિયજનો અને જાત સાથે પ્રસન્ન સમય વિતાવવો એ પણ સફળતાનાં પ્રમાણો છે. એક યુવાન વાયોલિનવાદક ઘણાં વર્ષો સાધના કર્યા પછી પહેલી વાર જાહેર કોન્સર્ટમાં કાર્યક્રમ આપતો હતો. પહેલી જ કોન્સર્ટમાં એ પ્રેક્ષકો અને સંગીતના જાણકારોને અભિભૂત કરી દેવા માગતો હતો. બે કલાક અદભુત વગાડ્યું. કાર્યક્રમ પૂરો થયો ત્યારે આખો હૉલ તાળીઓના ગડગડાટ ગાજી ઊઠ્યો. એના ગુરુ શાંતિથી બેસી રહ્યા. યુવાન એમની પાસે ગયો અને પગે લાગ્યો. ગુરુ એટલું જ બોલ્યા: ‘તેં પ્રેક્ષકોને ખુશ કરી દીધા.’ યુવાન સમજ્યો નહીં. ગુરુ સસ્મિત બોલ્યા: ‘તું ખૂબ નામના અને પૈસા કમાઈશ, પણ એક વાત યાદ રાખજે, હવેથી દરેક કોન્સર્ટમાં તારે પ્રેક્ષકો સામે નહીં, તારી જાત સામે તને શ્રેષ્ઠ વાયોલિનવાદક સાબિત કરવાનો છે
    Click here to Read More
    Previous Article
    Our naval might confined Pakistan to its ports: Rajnath Singh
    Next Article
    Trump’s war with Iran may leave the US waiting years to rebuild key missile stockpiles

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment