Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં મહિલાને કચડતાં લોકોએ ડમ્પર ફૂંકી માર્યું:મૃતદેહ સાથે ટ્રેક્ટરો ભરી સાતલપુરના ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા, નેતાઓ પર ગેરકાયદે ખનનના આક્ષેપ

    9 hours ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં બેરણ સીમ વિસ્તાર તરફ જતા રસ્તા પર એક બેફામ દોડતા કાળમુખા ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતાં કણજા ગામના સવિતાબહેન કિશોરભાઈ ગોહિલ (ઉં.વ. 48) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી સળગાવી દીધું હતું. મૃતકના પરિવારે સ્થાનિક પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, જાગૃત નાગરિકોએ પકડી પાડેલા ગુનેગાર ડ્રાઈવરને પોલીસે કાયદેસરની અટકાયત કરવાને બદલે રસ્તામાં જ મુક્ત કરીને ભગાડી મૂક્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, જગો વાડાસાડાવાળો અને અન્ય ભૂ-માફિયાઓ નેતાઓ, પોલીસ અને ખાણ ખનીજના અધિકારીઓને લાખો રૂપિયાના હપ્તા આપે છે, જેના કારણે બેફામ ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જોકે, આ મામલે પરિવાર દ્વારા મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જેને લઈને સાતલપુર આખું ગામ વથલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ખનનચોરી બંધ કરોના નારા લગાવી રહ્યું છે. ટ્રેક્ટર ભરીને સાતલપુર ગામના લોકો વંથલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ 25 એપ્રિલના રોજ કણજડી ગામે એક આશાસ્પદ યુવાનને બેફામ દોડતા ડમ્પરચાલકે અડફેટે લીધો હતો. આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી. હું મને મારા બાળકો ફંગોળાયા અને માતા ડમ્પર નીચે આવી ગયા ​આ અકસ્માતનો ભોગ બનનાર મૃતકના પુત્ર ઉમેશ ગોહિલે જણાવ્યું હતું કે, હું વાડીએથી પરત આવતો હતો અને મેં કાયદેસર રીતે સાઇડમાં મારી ગાડી ઉભી રાખી હતી. સામેથી આવતા ડમ્પરવાળાને મેં સતત હોર્ન માર્યા અને ગાડી ઊભી રાખવા માટે રાડું પણ નાખી, પરંતુ તે ડમ્પર ચાલકે વાહન ઊભું જ રાખ્યું નહીં અને અમારી ગાડીને અડફેટે લીધી હતી. તે સમયે હું અને મારો છોકરો બંને ગાડી પરથી ફંગોળાઈને સીધા રસ્તા સાઇડની વાડમાં ઘા થઈ ગયા હતા અને મારા મમ્મી પાછળ હોવાથી ડમ્પરની નીચે આવી ગયા હતા. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે પોલીસ આવી હતી, પરંતુ પોલીસ કોઈ જ બાબત પર ધ્યાન આપતી ન હતી, જેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે પોલીસની મિલીભગત સાથે કામ ચાલી રહ્યું છે. 'પોલીસની છત્રછાયા નીચે ગેરકાયદેસર કામ કરી રહ્યા છે' ઉમેશ ગોહિલે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, "પોલીસે નીચેથી ગોઠવણ કરીને, જે અકસ્માત સર્જનાર ડ્રાઇવર હતો તેને ખુલ્લેઆમ મુક્ત કરીને જવા દીધો છે. અમે પોતે ડ્રાઇવરને પકડીને ગાડીમાં બેસાડીને પોલીસ સમક્ષ લઈ આવ્યા હતા, કારણ કે જ્યાં આખી ઘટના બની હતી ત્યાં ડ્રાઇવરને કાયદેસર પૂછપરછ માટે લાવવાનો હતો. આ વિસ્તારમાં તમામ ડમ્પરો મન પડે તેમ બેફામ સ્પીડે ચાલે છે અને ડમ્પર ચાલકો પોલીસની છત્રછાયા નીચે જ આ બધું ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. ભત્રીજાનો ફોન આવતા હું મોટરસાઇકલ લઈ સ્થળ પર પહોંચ્યો હતો આ મામલે કણઝા ગામના રહીશ અને મૃતક મહિલાના નજીકના સંબંધી રવજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, મારા ભત્રીજા ઉમેશનો મારા પર ફોન આવ્યો કે, ભાઈ મારા મમ્મીની માથે ડમ્પરવાળાએ ડમ્પર ચડાવી દીધું છે અને આ ઘટના સાતલપરમાં બની છે. આ સાંભળીને હું તાત્કાલિક ત્યાંથી મારી મોટરસાયકલ લઈને સાતલપર જવા નીકળ્યો, જ્યાં નદીના કાંઠે ઉબેણ નદીના જેવું વોકળા જેવો વિસ્તાર છે ત્યાં જ અકસ્માત સર્જીને ભાગતો ડમ્પરનો ડ્રાઇવર મને દોડતો દોડતો સામે મળ્યો હતો. ત્યારે મેં તે ભાગતા ડ્રાઇવરને રોકીને પૂછ્યું કે તું જ ડમ્પરનો ડ્રાઇવર છો? તો તેણે ડરના માર્યા હા પાડી હતી. તે વીડિયો ક્લિપ પુરાવા તરીકે આજે પણ મારી પાસે સુરક્ષિત છે અને ત્યારબાદ હું તે ડ્રાઇવરને સાથે લઈને ઘટના સ્થળે પહોંચ્યો હતો. મેં જાતે પોલીસને હાથોહાથ પકડેલો ડ્રાઇવર સોંપ્યો હતો રવજીભાઈ રાઠોડે તંત્રની લાપરવાહી અંગે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ત્યાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો, જેથી મેં જાતે પોલીસને હાથોહાથ પકડેલો ડ્રાઇવર સોંપ્યો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે પોલીસે તે ગુનેગાર ડ્રાઇવરને પોતાની અટકાયતમાં લેવાના બદલે ત્યાંથી ભગાડી દીધો હતો. પોલીસે અમને જ ઉલટો સવાલ પૂછ્યો કે ડ્રાઇવર કોણ છે? એવું નાટક કરીને અમને કીધું અને ડ્રાઇવરને ભગાડી દીધા બાદ પોલીસ ઘટના સ્થળેથી પાછી ચાલી ગઈ હતી. પોલીસ તંત્રે ગુનેગારને ભગાડીને બેદરકારી દાખવી આ વિસ્તારમાં ડમ્પરો પોતાની મનફાવે તેમ બેદરકારીથી દોડે છે અને દીપકભાઈ ભટ્ટ પણ ત્યાં આવીને એવું જ બોલ્યા કે અમને આ બાબતે કાંઈ જ ખબર નથી. પોલીસ પણ અમને એવું કહેતી હતી કે અમને ક્યાં ખબર છે કે આ જ ડ્રાઇવર છે, અમે તો એને જવા દીધો. દીપકભાઈ આવ્યા અને કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર પાછા ત્યાંથી ચાલ્યા ગયા હતા. અમારી સ્પષ્ટ માંગ છે કે અમને આ સમગ્ર મામલે ન્યાય જોઈએ અને પોલીસ તંત્રે ગુનેગારને ભગાડીને જે બેદરકારી દાખવી છે, તેના વિરૂદ્ધ અમારે કાયદાકીય એક્શન લેવી છે. કોઈના મોતની ભૂ-માફિયાઓને લેવા-દેવા કે ચિંતા હોતી નથી સાતલપુરના સ્થાનિક રહીશ બાબુભાઈ ચાવડાએ વહીવટી તંત્રને ખુલ્લું પાડતા જણાવ્યું હતું કે, ડમ્પર ચાલકો રોડ પર કોઈની પણ પરવા કર્યા વગર બેફામ રીતે ડમ્પર ચલાવે છે અને ગેરકાયદેસર લીઝ સંચાલકોને સ્થાનિક પ્રશાસન તરફથી છૂટો હાથ આપવામાં આવ્યો છે. આ રોડ પર કોઈ ગરીબ માણસ કચડાઈને મરી જાય કે ગમે તેવી મોટી દુર્ઘટના થઈ જાય, તેનાથી આ ભૂ-માફિયાઓને કોઈ જ લેવા-દેવા કે ચિંતા હોતી નથી. 'લાખો રૂપિયાના હપ્તા નિયમિત આપવામાં આવે છે' આ સમગ્ર કાળા કારોબારની સ્થાનિક પોલીસને ઈંચે-ઈંચની ખબર છે, કારણ કે પોલીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે ધોમેધોમ લાખો રૂપિયાના હપ્તા નિયમિત આપવામાં આવે છે. જગો વાડાસાડાવાળો રાજકારણી છે અને તેની જ ગેંગના માથાભારે માણસો અહીં ગેરકાયદેસર લીઝો હકવે છે, જેઓ જુનાગઢ અને સાતલપુર વિસ્તારના છે. 'સ્થાનિક લોકોને ધમકાવીને ભયનો માહોલ ઉભો કરે છે' બાબુભાઈ ચાવડાએ તંત્રની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ભૂ-માફિયાઓએ જુદા-જુદા વિસ્તારોમાંથી અસામાજિક તત્વોને અહીં ભેગા કર્યા છે અને જો કોઈ સ્થાનિક ગ્રામજન હિંમત કરીને તેમને કહે કે તમારા ડમ્પર બેફામ દોડે છે, તો આ તત્વો સ્થાનિક લોકોને લુખ્ખી દાદાગીરી કરી, ધમકાવીને ભયનો માહોલ ઉભો કરે છે, જેના કારણે કોઈ સામાન્ય નાગરિક તેમની સામે બોલી શકતો નથી. જ્યાં સુધી કોઈ ગરીબ માણસ મરી ન જાય ત્યાં સુધી સરકારી તંત્ર આ તરફ આંખ ઉઠાવીને જોતું પણ નથી. રાજકીય નેતાઓ, પોલીસ પ્રશાસન અને હોલ સોલ ઉચ્ચ અધિકારી તમામે તમામ લોકોને ખબર છે કે અહીં આખું તંત્ર આ રીતે ભ્રષ્ટાચારથી ચાલે છે. '100 વીઘાની જમીનમાં ગેરકાયદેસર લીઝ ન હોઈ શકે' નિયમ મુજબ લીઝ મંજૂર હોય તો તે બે-પાંચ વીઘા પૂરતી મર્યાદિત જમીનમાં હોય, આખેઆખી 100 વીઘાની જમીનમાં ગેરકાયદેસર લીઝ ન હોઈ શકે. આ કાળો કારોબાર છેલ્લા ઘણા વર્ષોથી અહીં અવિરત ચાલે છે અને અમારા ગામમાં આ ભારે વાહનો માટે સત્તાવાર કોઈ રસ્તો પણ મંજૂર થયો નથી, છતાં વહીવટી તંત્રના નિયમોનો ભંગ કરીને અને બેઅદબીથી ગામના રસ્તાઓ પર ડમ્પરો દોડાવવામાં આવે છે. અમારી સરકાર સામે સ્પષ્ટ માંગ છે કે, તંત્રની આ ઘોર બેદરકારી અને સરકારની તાનાશાહી તાત્કાલિક બંધ થવી જોઈએ અને આવા લુખ્ખા તેમજ અસામાજિક તત્વો દ્વારા સામાન્ય માણસોને હેરાન કરવાનું બંધ થવું જ જોઈએ. આ સમાચાર પણ વાંચો… અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું, વંથલીના કણજડીમાં બેફામ ખનીજ ચોરીના આક્ષેપ 25 એપ્રિલના રોજ વંથલીના કણજડી ગામે પિયુષ નામના એક આશાસ્પદ યુવાનને બેફામ દોડતા ડમ્પરચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રામજનોનો વર્ષોથી દબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી, જ્યારે અન્ય ત્રણ ડમ્પરોના કાચ ફોડી નાખી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વંથલી પંથકમાં ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ વિસ્તારના ગ્રામ્ય માર્ગો પર દિવસ-રાત પૂરપાટ ઝડપે અને ક્ષમતા કરતા બમણા ઓવરલોડ વજન સાથે દોડતા ડમ્પરો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર ખનીજચોરીની ફરિયાદ કરી તો SDMએ કહ્યું-'વાહન પકડી રાખો', SDM અને TDOની ઓડિયો વાઈરલ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. જાગૃત સરપંચ પ્રતિનિધિ સંજય બોરીચાએ જ્યારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, ત્યારે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રએ સહકાર આપવાને બદલે ઉલટું સરપંચ સામે જ એક્શન લેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરતો ઓડિયો વાઇરલ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર પાટડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાઓ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Best road trips near Mumbai to take this June for misty hills, beaches, and quick escapes
    Next Article
    Monsoon just 70 km away from Kerala | દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment