Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ:કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ગેસ વેટ, પાવર કટ, રસ્તા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ

    8 hours ago

    મોરબી સિરામિક ઉદ્યોગના વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને પર્યાવરણીય મુદ્દાઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગેસ વેટ, પાવર કટ અને રસ્તા સહિતના મુખ્ય મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે કોઈપણ અરજદારની રજૂઆતનો માત્ર કાગળ પર 'નિકાલ' કરવાને બદલે તેનો વાસ્તવિક 'ઉકેલ' આવવો જોઈએ. મંત્રીએ ઉદ્યોગોને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે PGVCL ને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, કારખાનાઓ અને કામદારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા અધિકારીઓને સ્થળ પર જ નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમણે વૈશ્વિક બજારમાં મોરબીનો દબદબો જાળવી રાખવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, આજના સમયમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ અનિવાર્ય છે. ઉદ્યોગો દ્વારા થતા કાર્બન ઉત્સર્જનને સંતુલિત કરવા માટે ઉદ્યોગકારોએ તેટલા જ પ્રમાણમાં વ્યાપક વૃક્ષારોપણ કરવું જોઈએ. મંત્રીએ વૈશ્વિક સ્તરે રો-મટીરિયલ અને ટેકનોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે, મોરબીનો આ ઉદ્યોગ ચોક્કસ સમયમર્યાદામાં 'આત્મનિર્ભર' બને તે દિશામાં સંશોધનો હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે સિરામિક ઉદ્યોગના તમામ વાજબી પ્રશ્નોના નિવારણ માટે સરકાર હંમેશા તત્પર છે. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના ચેરમેન આર.બી. બારડ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા અને તુષાર પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રૂપાલ વરદાયિની માતાના મંદિરમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો:બીજો ગુનો આચરવા ચોરીના પૈસાથી કાર ખરીદવા નીકળ્યાને પોલીસે 3ને દબોચ્યા, દર્શનના બહાને 3 દિવસ રેકી કરી હતી
    Next Article
    Satwik-Chirag beat champions Seo-Kim to reach Singapore Open Super 750 final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment