Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા હાઈવે પર પેટ્રોલ પંપ પર ગેરરીતિ ઝડપાઈ:જિલ્લા પુરવઠા તંત્રની તપાસમાં નિયમ વિરુદ્ધ વેચાણનો પર્દાફાશ

    9 hours ago

    વડોદરા હાઈવે પર બાસ્કા ખાતે આવેલા નિર્માણ પેટ્રોલિયમ પંપ પર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પેટ્રોલ-ડીઝલના નિયમ વિરુદ્ધ વેચાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. જિતેન્દ્રકુમાર શંકરલાલ શાહ સંચાલિત આ પંપ પર વાહનો સિવાય અલગ-અલગ કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલ તથા કેરબામાં મોટી માત્રામાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. ભારત અને ગુજરાત સરકારના પેટ્રોલિયમ ઓર્ડર, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ તથા PESO એક્ટ અંતર્ગત ઇંધણનું છૂટક વેચાણ બેરલ અને કેરબામાં કરવા પર પ્રતિબંધ છે. આ પ્રકારે ઇંધણનું વેચાણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્રોનું સરેઆમ ઉલ્લંઘન છે. છેલ્લા છ મહિનાના વપરાશના ડેટા કે ફાળવણીના કોઈ પુરાવા વિના અંગત આર્થિક લાભ માટે આ વેચાણ કરાયું હોવાની શંકા છે. કેરબા અને બેરલમાં ઇંધણ આપવાથી આગ લાગવાની તેમજ મોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે, જેથી જાહેર હિતમાં આવા વેચાણ પર પ્રતિબંધ છે. સરકારની જોગવાઈઓ વિરુદ્ધ જઈને સ્થાનિક વાહનચાલકો અને ખેડૂતોને ઇંધણ આપવાને બદલે ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમો અને ક્વોરી તરફ જથ્થો ડાયવર્ટ ન થાય તે હેતુથી, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ પેટ્રોલ પંપનું ઇંધણ વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વધુ સઘન તપાસ માટે તંત્ર દ્વારા પેટ્રોલ પંપના CCTV ફૂટેજ ચકાસવા DVR તેમજ તમામ રેકોર્ડ કબજે લેવામાં આવ્યા છે. પેટ્રોલ પંપ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઈનલની ટિકિટ બ્લેકમાં 1 લાખ, 3500ના 15 હજાર થયા:પ્રેસિડેન્ટ ગેલેરીમાં 50 હજારથી શરૂઆત, AMTS--BRTSનું ટાઇમ ટેબલ અને મેપમાં જુઓ પાર્કિંગ પ્લેસ
    Next Article
    સુરતની 12 વર્ષીય માન્યાનો શ્રીલંકામાં વાગ્યો ડંકો:કોમનવેલ્થ 2026માં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને માત આપી જીત્યા ત્રણ મેડલ, ગ્રાન્ડમાસ્ટર ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા બનવાનું સપનું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment