Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પહેલાં સલમાન મને દરેક ફિલ્મમાં લેતો, પણ હવે નથી લેતો':જેકી શ્રોફે કહ્યું, 'મેં સલ્લુ બાબાને પહેલી ફિલ્મ અપાવવા કેટલાય ડિરેક્ટરોના દરવાજા ખખડાવ્યા હતા'

    7 hours ago

    બોલિવૂડના 'હીરો' જેકી શ્રોફે સલમાન ખાનના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, તેમણે તેને પહેલી ફિલ્મ અપાવવામાં મદદ કરી હતી. 'સલમાન તો ખૂબ હેન્ડસમ છે' 'ઇન્ડિયા ટુડે' સાથેની વાતચીતમાં જેકીએ કહ્યું કે, તે સમયે સલમાન ફિલ્મ 'ફલક' (1988)માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો, જ્યારે તેના પિતા સલીમ ખાન ફિલ્મના ડાયલોગ લખી રહ્યા હતા. જેકીએ કહ્યું, 'મેં સલ્લુ બાબાને તેની પહેલી ફિલ્મ 'બીવી હો તો ઐસી' અપાવી હતી. જોકે, બાદમાં 'મૈંને પ્યાર કિયા' રિલીઝ થઈ અને તેણે જ તેને સ્ટાર બનાવી દીધો.' તેમણે જણાવ્યું કે, સેટ પર સલમાનની તસવીર જોયા પછી તેમને લાગ્યું હતું કે સલમાન તો ખૂબ હેન્ડસમ છે. જેકીએ કહ્યું, હું તેનો ફોટો લઈને સુભાષ ઘાઈજી પાસે ગયો, પણ તેમણે ના પાડી દીધી. પછી હું તેને કે. સી. બોકાડિયા પાસે લઈ ગયો. તેમણે પોતાના સાળાને ફોટો બતાવવા કહ્યું અને આ રીતે સલમાનને તે રોલ મળ્યો. હું તેની તસવીરો લઈને ઘણી જગ્યાએ જતો હતો. સલમાન સાથેના પોતાના લાંબા સંબંધો પર વાત કરતા જેકીએ કહ્યું કે, તેમણે સલમાનની મોટાભાગની ફિલ્મોમાં તેમની સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું, 'પહેલા તે મને પોતાની દરેક ફિલ્મમાં લેતા હતા, પરંતુ કેટલાક સમયથી તેમણે મને કોઈ ફિલ્મમાં કાસ્ટ કર્યો નથી.' શાહરૂખ ખાન વિશે પણ વાત કરી જેકી શ્રોફે શાહરૂખ ખાન સાથેની પોતાની પહેલી મુલાકાતને પણ યાદ કરી. જે ફિલ્મ 'કિંગ અંકલ' (1993)ના શૂટિંગ દરમિયાન થઈ હતી, જે ફિલ્મમાં શાહરૂખ તેમના નાના ભાઈની ભૂમિકા ભજવી રહ્યો હતો. જેકીએ કહ્યું, 'શાહરૂખ એક ગીતના શૂટિંગ માટે સેટ પર આવ્યા હતા અને એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. તેમનામાં સન્માન દર્શાવવાની એક ખાસ રીત હતી, પરંતુ તેઓ પોતાનું અંતર પણ જાળવી રાખતા હતા. મને તેઓ ખૂબ આકર્ષક લાગ્યા અને તેમનું સ્મિત ખૂબ સુંદર હતું.” વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જેકી શ્રોફ હાલમાં ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો: એલિયન્સ કા આગમન’માં જોવા મળ્યા છે, જે 29 મેના રોજ રિલીઝ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    From clean classrooms to toilets: West Bengal schools told to complete reopening preparations by May 31
    Next Article
    રાજસ્થાનના 4 જિલ્લામાં રેતીનું તોફાન, દિવસ દરમિયાન અંધારું છવાયું:યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત; બિહારમાં 4 ફ્લાઇટ ડાયવર્ટ, 18 મોડી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment