Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવરગ્રીડ વિરોધ મુદ્દે ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ:સુરેન્દ્રનગર કલેક્ટર ચેમ્બરમાં બેઠક મળી, ખેડૂતોએ વળતર સહિતની માંગ કરી

    8 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાવરગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ખેડૂત નેતાઓને કચેરીમાં પ્રવેશ ન અપાતા મામલો ગરમાયો હતો, જોકે બાદમાં તેમને કલેક્ટર ચેમ્બરમાં પ્રવેશ આપી બેઠક યોજવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલ આબલિયા, નૌશાદ સોલંકી, કરસનબાપુ અને લાલજી દેસાઈ સહિતના ખેડૂત નેતાઓને રજૂઆત કરવા જતા અટકાવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. આથી ખેડૂતોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો, જેના પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાંબા સમયના ઘર્ષણ બાદ, પાવરગ્રીડ વિરોધ મુદ્દે ખેડૂત નેતાઓને સુરેન્દ્રનગર કલેક્ટરની ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટર, પોલીસ અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને ખેડૂતો વચ્ચે તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 15થી વધુ ખેડૂતો અને નેતાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે પાવરગ્રીડનું કામ શરૂ કરતા પહેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, ખેડૂતો સાથે થતી દાદાગીરી બંધ કરવા અને 67 મીટરના કોરિડોરમાં જ કામગીરી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ સુરેન્દ્રનગર કલેક્ટર સમક્ષ પોલીસ દ્વારા ખેડૂતો સાથે થતા ઘર્ષણને બંધ કરવા અંગે પણ રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    IPLની ફાઈનલ જોવા પડાપડી, બ્લેકમાં 1 લાખ સુધી ટિકિટના ભાવ:3500ની ટિકિટના 15 હજાર, પ્રેસિડેન્ટ ગેલેરીમાં 50 હજારથી શરૂઆત, અમદાવાદમાં મેચ જોવા આવો તો આ જગ્યાએ પાર્કિંગ કરી શકશો
    Next Article
    Vav Tharad News: દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને કઈ રીતે મળી સફળતા? | Deodar Taluka Panchayat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment