Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરેટી ગામના લોકો મહેસાણાના નવનિયુક્ત મેયરની મુલાકાતે:ફૂલ-હારના બદલે અનાજની કીટોથી અભિનંદન પાઠવ્યાં; કીટ જરૂરિયાતમંદો સુધી પહોંચાડાશે: સોનલ ઓઝા

    7 hours ago

    સામાન્ય રીતે રાજકારણમાં કોઈપણ નેતા જ્યારે સત્તાના નવા પદ પર બિરાજમાન થાય ત્યારે સમર્થકો અને શુભેચ્છકો દ્વારા ફૂલ-હાર, મોંઘા બુકે અથવા શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કરવાની પરંપરા રહી છે. પરંતુ મહેસાણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સોનલ ઓઝા અને તેમની નવી ટીમે આ બિનજરૂરી ખર્ચાઓને અટકાવીને એક અનોખો અને માનવતાવાદી નિર્ણય લીધો છે. પ્રમુખ સોનલ ઓઝાએ સત્તાવાર અપીલ કરી છે કે તેમને શુભેચ્છા પાઠવવા આવતા કોઈ પણ નાગરિક કે અગ્રણી ફૂલ-હાર, બુકે કે શાલ જેવી વસ્તુઓ ન લાવે, કારણ કે આ વસ્તુઓનો લાંબો સમય ઉપયોગ થતો નથી અને અંતે તેનો બગાડ થાય છે. તેના બદલે તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સીધી આર્થિક કે સામાજિક મદદ મળી શકે તે હેતુથી કરિયાણા અથવા અનાજની રાશન કીટ લાવવા વિનંતી કરી છે. તરેટી ગામના લોકો અનાજની કીટો સાથે અભિનંદન આપવા પહોંચ્યા નગરપાલિકાના પ્રમુખની આ સંવેદનશીલ અને પ્રેરણાદાયી અપીલને જનતા તરફથી વ્યાપક અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણા નજીક આવેલા તરેટી ગામના અગ્રણીઓ અને ગ્રામજનો આ સદ્કાર્યથી પ્રેરાઈને સોનલ ઓઝાને અભિનંદન પાઠવવા માટે ફૂલના બદલે રાશનની કીટો લઈને પહોંચ્યા હતા. તરેટી ગામના સ્થાનિક અગ્રણી મુકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પદ મળતાં જ લોકો ફૂલ અને શાલ લાવતા હોય છે, પરંતુ પ્રમુખ મેડમની આ સંવેદનશીલ વાતથી પ્રેરિત થઈને અમે સમગ્ર ગામ વતી રાશન કીટો ભેટ આપવાનું નક્કી કર્યું છે, જેથી કોઈ ગરીબ વ્યક્તિના ઘરનો ચૂલો સળગી શકે અને તેને સાચા અર્થમાં મદદ મળી રહે. સર્વે કરીને યોગ્ય વિતરણ કરવામાં આવશે ગ્રામજનો તરફથી મળેલી આ અનોખી અને પવિત્ર ભેટનો સ્વીકાર કરતા પ્રમુખ સોનલ ઓઝાએ તરેટી ગામના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે નગરપાલિકામાં શુભેચ્છા સ્વરૂપે ભેગી થયેલી આ તમામ કીટોનું યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવશે, જેથી કોઈપણ વચેટીયા વગર સાચા અને અત્યંત ગરીબ પરિવારો સુધી જ આ અનાજ પહોંચી શકે. આ સાથે જ તેમણે સમગ્ર મહેસાણાની જાહેર જનતાને ફરી એકવાર નમ્ર વિનંતી કરી છે કે ભવિષ્યમાં પણ જ્યારે કોઈ તેમને મળવા કે શુભેચ્છા આપવા આવે ત્યારે બુકેના બદલે અનાજની કીટ જ લાવે, જેથી આ સામાજિક સેવાની સરવાણી સતત વહેતી રહે. પ્રમુખના આ પ્રગતિશીલ સામાજિક અભિગમને સમગ્ર પંથકમાંથી ભારે આવકાર મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Rabri Devi told to vacate Circular Road home, where Lalu and she have stayed since 2006
    Next Article
    Mahesana News: કડીમાં વગર વરસાદે રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી | Kadi | Gutter Overflow | Gujarat News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment