Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નજીવી બાબતે હુમલો:વરતેજ વિસ્તારમાં રહેતા યુવક પર બે શખ્સો નો હુમલો

    7 hours ago

    ભાવનગરના વરતેજ વિસ્તારમાં સીએસસી હોસ્પિટલની સામે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં રહેતા 26 વર્ષીય યુવક પર મકાન નિર્માણ કાર્ય દરમિયાન લોખંડ વાળવા તેમજ રેતી-કપચી બહાર પડી હોવાની નજીવી બાબતે બે ઈસમો દ્વારા લાકડીઓ તેમજ ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના માથામાં બે ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.27 ના રોજ સવારે આશરે સાડા દશ વાગ્યાના અરસામાં ફરિયાદી રાહુલ મોરીનું નવું મકાન બની રહ્યું હતું, આ દરમિયાન તેમના મોટા ભાઈ સંજય મનુભાઈ મોરીએ વાડીએથી ફોન કરીને જણાવ્યું કે, આપણા મકાન પર સેંટીગનું કામ કરવા આવેલા ભિખાભાઈને આપણા મોટા બાપુના દીકરા જયદેવ પ્રાગજીભાઈ મોરી જેમ ફાવે તેમ ગાળો આપી રહ્યા છે આ સાંભળી રાહુલ તુરંત જ પોતાના ઘરે દોડી આવ્યા હતા અને મોટા ભાઈને પૂછતા જાણવા મળ્યું હતું કે જયદેવએ ભિખાભાઈની સાથે સાથે સંજયને પણ ગાળો આપી હતી, રાહુલ સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર જયદેવ મોરી અને તેમનો દીકરો વિશ્વજીત જયદેવભાઈ ત્યાં દોડી આવ્યા હતા, વિશ્વજીતના હાથમાં રહેલી રસની લાકડી તેના પિતા જયદેવને આપતા, જયદેવએ ઉશ્કેરાઈને રાહુલ પર આડેધડ લાકડીઓ વડે હુમલો શરૂ કર્યો હતો. લાકડીના પ્રહારો રાહુલના ડાબા ખભા, વાસાના ભાગે તેમજ ડાબા હાથની કોણી પર મારવામાં આવ્યા હતા. ત્યારબાદ માથાના જમણી બાજુના ભાગે જોરદાર લાકડીનો ઘા મારતા રાહુલભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. ભાઈને બચાવવા વચ્ચે પડેલા સંજયને પણ બંને શખ્સોઓએ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. ​આ હુમલા દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ અને સારવાર માટે આવેલા દર્દીઓ બહાર દોડી આવતા અને લોકોનું ટોળું એકત્રિત થતાં બંને હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, ભાગતા ભાગતા આરોપીઓએ ધમકી આપી હતી કે, "આજે તો તમે બચી ગયા છો પરંતુ હવે પછી જો આ મેડિકલની જગ્યામાં લોખંડ વાળવાનું કામ કરશો તો જાનથી મારી નાખવા પડશે." આ મામલે ભોગ બનનાર રાહુલ મોરીએ ભાવનગર સર ટી. હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં સારવાર હેઠળ રહીને વરતેજ પોલીસ મથકમાં આરોપી જયદેવ પ્રાગજીભાઈ મોરી અને વિશ્વજીત જયદેવભાઈ મોરી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    NDAની 150મી પાસિંગ આઉટ પરેડ, 355 નવા અધિકારીઓ મળ્યા:આર્મી ચીફે કહ્યું- ઓપરેશન સિંદૂરે એક માપદંડ સ્થાપિત કર્યો છે, ઉશ્કેરણી પર ભારતના રિએક્શનનું ધોરણ કેડેટ્સે જાળવી રાખવું
    Next Article
    Telangana ICET Result 2026 Soon: Answer Key Released, Objection Window Open Till June 5

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment