Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલમાંથી ભણતા કેદીઓ માટે ગુજરાત યુનિ.એ ઇન્ટર્નશિપનો નિયમ બદલ્યો:હવે જેલની અંદર સોંપાતી કામગીરીના આધારે જ ક્રેડિટ માર્ક્સ અપાશે, કોર્ટમાં અરજી બાદ નિર્ણય

    8 hours ago

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેલના કેદીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્સીસના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. જોકે, જેલમાંથી એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરતા કેદીઓ માટે યુનિવર્સિટીએ આ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી જેલના કેદી વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ કરવા માટે જેલની બહાર જવાની જરૂર નહીં પડે, પરંતુ તેઓ જેલની અંદર જે પણ શારીરિક કે બૌદ્ધિક કામગીરી કરે છે, તેને જ યુનિવર્સિટી દ્વારા સત્તાવાર ઇન્ટર્નશિપ તરીકે ગણવામાં આવશે. કેદીઓએ જેલ બહાર જવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા સાયન્સ, આર્ટસ અને કોમર્સ સહિતના તમામ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક ભણતરની સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે તે હેતુથી 2023થી ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરાઈ છે. આ નિયમ એક્સ્ટર્નલ તરીકે જેલમાંથી ભણતા કેદીઓને પણ લાગુ પડતો હોવાથી, તાજેતરમાં 4થી 5 કેદીઓએ ઇન્ટર્નશિપ પૂરી કરવાના બહાને જેલમાંથી બહાર આવવા માટે કોર્ટમાં જામીન અથવા વિશેષ પરવાનગી મેળવવા અરજી કરી હતી. કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનને આ નિયમમાં તાત્કાલિક સુધારો કરવાની ફરજ પડી હતી. કામગીરીના આધારે ક્રેડિટ માર્ક્સ આપવામાં આવશે નવા સુધારા મુજબ, જેલ સત્તાવાળાઓ દ્વારા કેદીઓને જેલની અંદર જે પણ કામગીરી જેમ કે, રસોઈ, કમ્પ્યુટર વર્ક, લાઇબ્રેરી વ્યવસ્થાપન કે અન્ય ઉદ્યોગ સોંપવામાં આવે છે, તે જ કામગીરીના મૂલ્યાંકનના આધારે યુનિવર્સિટી દ્વારા ઇન્ટર્નશિપના જરૂરી 'ક્રેડિટ માર્ક્સ' આપવામાં આવશે. મોટાભાગના કેદીઓ આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ: કુલપતિ આ અંગે વિગતવાર માહિતી આપતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિના છઠ્ઠા સેમેસ્ટરમાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ કરવાનું અનિવાર્ય પ્રાવધાન છે. સામાન્ય રીતે એક્સ્ટર્નલ કોર્સ કરતા અન્ય વિદ્યાર્થીઓ ક્યાંક નોકરી કે વ્યવસાય કરતા હોય છે, પરંતુ જેલના કેદીઓ માટે આ સ્થિતિ અલગ છે. કેદીઓએ કોર્ટમાં અપીલ કરી હતી કે, ઇન્ટર્નશિપ ફરજિયાત હોવાથી તેમને બહાર આવવાની છૂટ આપવામાં આવે. આથી, અમે નિયમ બદલીને તેમની જેલની અંદરની કામગીરીને જ ઇન્ટર્નશિપ તરીકે માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેલમાંથી એક્સ્ટર્નલ અભ્યાસ કરતા કેદીઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીના જોવા મળે છે. યુનિવર્સિટીના આ પ્રગતિશીલ નિર્ણયથી કેદીઓનું ભણતર પણ બગડશે નહીં અને સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા નહીં થાય.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી-મહીસાગરમાં વરસાદ, 11 જિલ્લામાં આગાહી:રાજકોટનું તાપમાન એકઝાટકે 3.7° ગગડ્યું; 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે, ખેડૂતો પાક-ઘાસચારો સાચવી લેજો
    Next Article
    ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીક હાઈવા ટ્રકમાં આગ:ચાલકનો આબાદ બચાવ, વ્યસ્ત માર્ગ પર અફરાતફરીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment