Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફરાતફરી:પરિવાર બીચમાં ન્હાવા ગયો‘ને બાળા કારમાં ફસાઈ ગઈ, અંતે સુરક્ષિત કઢાઈ

    13 hours ago

    વિશ્વપ્રસિદ્ધ શિવરાજપુર બીચ ખાતે ફરવા આવેલા એક પરિવારની નાની બાળકી કારની અંદર ફસાઈ જતાં થોડાક સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, કારનો કાચ તોડીને બાળાને સુરક્ષિત રીતે બહાર કઢાઇ હતી. બ્લ્યુફલેગ શિવરાજપુર બીચ પર ફરવા તેમજ સમુદ્રમાં નહાવા માટે આવ્યો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ કાર લોક કરીને બીચ તરફ જતાં નાની બાળકી અજાણતા કારની અંદર જ રહી ગઈ હતી. જેના થોડા સમય બાદ પરિવાર જનોને બાળકી કારની અંદર ફસાઈ ગયાનું ધ્યાન આવતા ગભરાટ ફેલાયો હતો. કાર લોક થઈ જવાથી બાળકી બહાર આવી શકતી નહોતી અને અંદર ગભરાઈને રડવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસ હાજર લોકો અને પ્રવાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, આ દરમિયાન પરિસ્થિતિ ગંભીર બની શકે તેવી આશંકાને ધ્યાનમાં રાખીને લોકોએ સમય ગુમાવ્યા વગર કારનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ બાળકીને સુરક્ષિત કારની બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે બીચ વિસ્તારમાં ક્ષણિક અફડાતફડી મચી હતી. જો કે, થોડીવારમાં બાળકીનો આબાદ બચાવ થતાં પરિવારજનો સહિત હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભક્તોમાં નારાજગી‎:દ્વારિકાનગરીમાં જગતમંદિરના પુન: જિર્ણોદ્ધારની કામગીરી હજુ અદ્ધરતાલ
    Next Article
    ‘Stars like Ranveer Singh create employment, not FWICE’: Ram Gopal Varma slams cine body

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment