Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતર્કતાથી હોનારત ટળી:ચિકાલી ગામે કારમાં આગ, શ્રદ્ધાળુઓનો બચાવ થયો

    2 weeks ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચિકાલી ગામના બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં મધ્યપ્રદેશથી પ્રસિદ્ધ દેવમોગરા માતાજીના મંદિર દર્શનાર્થે આવી રહેલા યાત્રિકો સવાર હતા. જોકે, મુસાફરોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે ગાડીમાંથી અચાનક ધુમાડો નીકળતા જ ડ્રાઇવર અને યાત્રિકો સાવધ થઈ ગયા હતા. આગ વધુ વકરે તે પહેલાં જ તમામ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. મુસાફરો નીચે ઉતર્યાના થોડા જ સમયમાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખી કાર જોતજોતામાં આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગના દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ એટલી પ્રચંડ હતી કે વાહનને ભારે નુકસાન થયું છે અને ગાડી માત્ર લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મુસાફરોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી . વર્તમાન સમયમાં વાહનોમાં શોર્ટસર્કિટના કારણે આગના બનાવો બની રહયાં છે. મૂળ વાયરિંગ સાથે છેડછાડ કરીને હેવી લાઈટો, મ્યુઝિક સિસ્ટમ કે હોર્ન નંખાવેલ હોય . નબળી ગુણવત્તાના વાયરો કરંટનો સહન કરી શકતા નથી અને ઓગળી જાય છે. વાઇબ્રેશનથી વાયરના સાંધા ઢીલા પડે કે પ્લાસ્ટિક ઓગળે. સીએનજીમાં પ્રેશર નિયંત્રિત ન થાય હાઈ-પ્રેશર લાઈનમાંથી ગેસ લીક થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગુવાહાટીથી આવેલી મહિલાને વાપી જવાનું હતું:સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી મહિલા ગરમીથી ચક્કર આવ્યા બાદ બેભાન
    Next Article
    Glycinate, citrate, oxide: How to choose the right magnesium for your health

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment