Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન દર્શન:સંતોના પગલાં પડે ત્યારે પાનખર બની ગયેલું જીવન પણ વસંત ઋતુ બની જાય

    10 hours ago

    દક્ષિણ મુંબઇના 12મી ખેતવાડી સ્થિત દિશા રેસીડેન્સી ખાતે મહેન્દ્રભાઇ મંછાલાલ શાહ આરખીવાળાના ત્યાં યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવર ગુરુમૈયા ચન્દ્રશેખરવિજયજીનાં શિષ્યરત્ન પદ્મદર્શનસૂરિજી મહારાજ આદિ શ્રમણ વૃંદના ઢોલ નગારા સાથે સામૈયા સાથે પ્રવેશ થયો હતો. પરિવારજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બેડાવાળી બહેનોએ ત્રણ પ્રદક્ષિણા કરીને અક્ષતથી વધામણાં કર્યાં હતાં. આ પાવન પ્રસંગે તેમના સંસારી પરિવારજનો, સુણતર સમાજનાં મોવડીઓ અને અતિથિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રુડા અવસરે પદ્મદર્શનસૂરિજીએ જણાવ્યું હતું કે સંતોના પગલે પગલે જીવન પાનખર બન્યું હોય તો પણ વસંતઋતુ બની જાય છે જીવનને ધન્ય બનાવવા માટે જૈન શાસન મળ્યું છે. સત્તા, સંપત્તિ અને શક્તિની પાછળ જીવનને બરબાદ કરવાનું નથી. તાડનું ઝાડ કોઇને છાંયો કે વિસામો આપતું નથી વડનું ઝાડ આપણા જીવનને મૂક સંદેશ પાઠવતાં કહે છે કે, કોઇના જીવનમાં તડકો આવ્યો હોય તો તમે છાંયડો આપજો. જગત જ્યારે ચારેય બાજુથી સેકાઇ રહ્યું છે ત્યારે એને હિંમત અને હુંફની જરૂર છે. આજનો માણસ મંદી, માંદગી, મોંઘવારી અને અનેકવિધ વિટંબણાઓ વચ્ચે ભેરવાયો છે ત્યારે તેને વિસામાની જરૂર છે. માણસ અત્યારે બધી બાજુએથી થાક્યો છે. થાકેલાને વિસામા સમાન સંતો છે. ગુજરાતીમાં સરસ મજાની એક કહેવત છે. સંતોના પગલાં, ધનનાં ઢગલા બાહ્ય ધન તો અનંતકાળમાં ઘણી વાર મેળવ્યું પણ એ બધું આપણે છોડીને આવ્યા છીએ. જે ધન તમારી સાથે આવે તે આંતરધન સાચું ધન છે. સંપત્તિસમ્રાટ બનવા કરતાં ગુણસમ્રાટ બનવું જોઇએ. પ્રભુ અને સદગુરુની કૃપાથી જ જીવન સૌંદર્ય મહોરી ઉઠે છે. દુનિયાને ખુશ કરવા કરતાં માત્ર દેવાધિદેવને ખુશ કરવા જોઇએ. પ્રભુકૃપાથી ગુરુ મિલે અને ગુરુકૃપાથી પ્રભુ મિલે આ પંક્તિને આત્મસાત કરવી જોઇએ.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:પવનચક્કીઓમાંથી 146 મીટર કેબલ વાયર ચોરાયો
    Next Article
    સિટી એન્કર:ફેફસાંની બીમારી પકડતું પ્રથમ સ્વદેશી એઆઈ ટૂલ તૈયાર: એક્સ રે અપલોડ કરતાં ફેફસાં નોર્મલ છે કે નહિ, 30થી 50 સેકન્ડમાં કહી દેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment