Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેકેશન લંબાવવા મુદ્દે વાલીઓમાં અવઢવ:ગીરમાં સાવજ સંકટમાં, વનતારાના ડૉક્ટર્સની ટીમ જસાધાર પહોંચશે, પદભાર સંભાળતા જ મેયર એક્શન મોડમાં

    1 day ago

    વેકેશન લંબાવવા મુદ્દે સરકારી અને ખાનગી સ્કૂલો સામસામે ઉનાળુ વેકેશન લંબાવવા મામલે સરકારી અને ખાનગી સ્કૂલો સામસામે. સરકારી સ્કૂલ સંચાલક મંડળે ગરમી અને પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે વેકેશન લંબાવવું જરૂરી છે. ખાનગી સ્કૂલ સંચાલક મંડળનું કહેવું છે કે વેકેશન લંબાવવાથી શિક્ષણને નુકસાન થશે . .બંનેએ સીએમને પત્રો લખ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તથ્ય પટેલે 1 કરોડ રુ. ટ્રાયલ કોર્ટમાં ભરવા પડશે સુપ્રીમ કોર્ટમાંથી રેગ્યુલર જામીન મળ્યા બાદ હવે તથ્ય પટેલે ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રુ.ભરવા પડશે. સુપ્રીમ કોર્ટે બોનાફાઈડ બતાવવા રકમ જમા કરવા કહ્યું. સરકારી વકીલે મૃતક દીઠ 10 લાખ રુ. જમા કરાવવા કહ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વનતારાના નિષ્ણાત ડોક્ટર્સની ટીમ જસાધાર આવશે અમરેલી અને ગીરમાં 8 સિંહના મોત મામલે વનતારા હરકતમાં.. વનતારાના ડોક્ટર્સ અને ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં આવશે.. હાલ અહીં 22 સિંહને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાધુ-સાધ્વીજીના મોત મામલે જૈન સમાજની મૌન રેલી સુરતમાં જૈન સમાજે મૌન રેલી કાઢી સાધુ-સાધ્વીજીના અકસ્માતની ઘટનાઓનો વિરોધ કર્યો .. જૈન સમાજનો આક્ષેપ છે કે ટાર્ગેટ કરીને સંતોની હત્યા કરવામાં આવે છે. સરકારે જૈન સંતોની સુરક્ષા માટે કાયદો બનાવવો જોઈએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાણી ન મળતા હોબાળો, 4 કલાકમાં કામ શરુ અમદાવાદના ઓઢવમાં આવાસના મકાનોમાં પૂરતું પાણી ન મળતાં મહિલાઓએ હોબાળો કર્યો. નવા મેયર હિતેશ બારોટ અન્ય કાર્યક્રમો પડતા મૂકી દોડી આવ્યાં અને 4 કલાકમાં જ પાઈપ નાખવાનું કામ શરૂ કરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાયદાકીય ગુંચમાં અટવાયું 250 કરોડનું યાર્ન હાઇકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર સુરતનું 250 કરોડનું યાર્ન અટવાયું..કેન્દ્ર સરકારે સુરતના વેપારીઓે વિદેશથી ઉચ્ચ ગુણવત્તાવાળું યાર્ન મંગાવવાની મંજૂરી આપી, પણ સ્પિનર્સે હાઈકોર્ટમાં પિટિશન કરી , સ્ટે મેળવી લીધો. આટલી મોટી રકમનો માલ બિનવારસી પડી રહેતા ટેક્સટાઈલ વેપારીઓની હાલત કફોડી બની છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેરોજગારીથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી ગાંધીનગરમાં બેરોજગારીથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી.યુવકે જીવન ટૂંકાવતા પહેલાં દરવાજે ચીઠ્ઠી ચોંટાડી લખ્યું દીકરી અંદર ન આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે. પત્ની દીકરી સાથે તેના પિયરમાં હતી. પાંચ દિવસે પરત આવતા પતિનો સડેલી હાલતમાં અને વિકરાળ મૃતદેહ જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોશ ફ્લેટમાંથી મહિલાઓનું જુગારધામ ઝડપાયું સુરતના પોશ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું..ફ્લેટ માલિકની પત્ની સહિત સાત મહિલાઓ જુગાર રમતી પકડાઈ. તમામ મહિલાઓ સૌરાષ્ટ્રની હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોની બજારમાં આગ બાદ સિલિન્ડર બ્લાસ્ટ રાજકોટના સોની બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો. એસીમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જેના કારણે કારખાનામાં રહેલા ગેસના બે સિલિન્ડરમાં એક બાદ એક બ્લાસ્ટ થયો.ઈદના કારણે કારખાનું બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10માં ધોરણની વિદ્યાર્થિની સાથે યુવકનું દુષ્કર્મ સુરતમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી 10માં ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ. યુવકે ઈન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી સંબંધીના રૂમે લઈ જઈ કુકર્મ આચર્યું.. હોમગાર્ડ બનેવીએ આરોપી યુવકને જેલભેગો કરાવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    દેશની અર્થવ્યવસ્થા 2026-27માં 6.9% ના દરે વધશે:RBIના વાર્ષિક અહેવાલમાં દાવો, વૈશ્વિક સંકટ છતાં ભારતની ગતિ મજબૂત રહેશે
    Next Article
    રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સફર:ઈ વેસ્ટ જાગૃતિના સંદેશ સાથે 2 બાઇકર્સનું સાહસ : 18 હજાર કિલોમીટરની 18 દેશની યાત્રાનો શનિવારથી પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment