Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારાપાટ વણકર સમાજે નવા બંધારણને મંજૂરી આપી:પાટડીમાં કુરિવાજો ત્યજી શિક્ષણ પર ભાર મુકાયો

    1 day ago

    ખારાપાટ વણકર સમાજની કલંતર "નાત"ની બેઠક પાટડી ખાતે સમાજ ભવન વાડીમાં યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા તૈયાર કરાયેલા નવા બંધારણને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બંધારણમાં સામાજિક સમાનતા, કુરિવાજોનો ત્યાગ અને શિક્ષણના વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નવા નિયમો અંતર્ગત, મોંઘવારીને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીના દાગીનાના ખર્ચમાં ઘટાડો કરવાનો સુધારો કરાયો છે. સમાજના નિયમોનો ભંગ કરનારને સામાજિક અને આર્થિક દંડની 100 વર્ષ જૂની પરંપરાનું પાલન ચાલુ રહેશે. સમાજમાં એકતા અને સંપ જાળવવા માટે કેટલાક કુરિવાજો દૂર કરવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. જેમાં લાઈવ ડીજે, ફટાકડા, હલ્દી રસમો, ડોલી, એન્ટ્રી, ઘોડી અને બગી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાસ-ગરબામાં ડીજે લાવી શકાશે, પરંતુ લાઈવ ડીજે નહીં. કોઈપણ પ્રકારે એન્ટ્રી ન કરવા અને મ્યુઝિક પાર્ટી પણ બંધ રાખવા માટે કડક કાયદાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. ખારાપાટ પાંચ પરગણા વણકર સમાજની નવી ચોપડી મુજબનો ધારો વર્તવાનો રહેશે. સમાજને નુકસાન કરનાર, નિયમોનું ઉલ્લંઘન કરનાર કે નાતના ન્યાયની અવગણના કરનારને આકરી સજા અને નાત બહાર કરવાના પગલાં પણ લેવાશે. જોકે, નાતનો હુકમ અને નિયમોનું પાલન કરવા સહમત થાય તો નાત બહાર કરાયેલ વ્યક્તિને ફરી નાતમાં લેવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. નાત સમાજે એકત્ર કરેલી રકમ સમાજ હિતમાં વાપરવાનું પણ નક્કી કરાયું છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને સામાજિક સમાનતા સ્થાપિત કરવા, કુરિવાજો ત્યજી દેખાદેખીથી દૂર રહેવા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે ઉપર ભાર મૂકી અગ્રતા આપવામાં આવી હતી. કલંતર નાતની પૂર્ણાહુતિમાં રંગ-ગુલાલથી દૈવી શક્તિના વધામણા કરવામાં આવ્યા હતા. નાતના જજ, કોટવાળ અને આગેવાનોનું સન્માન કરાયું હતું. "નાત ગંગા"ના નારા સાથે નાતનું કામકાજ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. દસાડા, માંડલ અને વિરમગામ એમ ત્રણ તાલુકામાં વસવાટ કરતા વણકર સમાજના પરિવારો, ગામો અને આગેવાનો નાતમાં હાજર રહ્યા હતા. સમાજના આગેવાનો સર્વ ગણપતભાઈ રાઠોડ (જજ) અને કમિટી સભ્યો દ્વારા કરાયેલી કામગીરીને નાત સમાજે બહાલી આપીને સર્વાનુમતે બંધારણ સ્વીકારીને મંજૂર કર્યું હતું. જજ ગણપતભાઈ રાઠોડ અને કમિટી સભ્યોએ આ તમામ બાબતોનું સફળ સંચાલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટ-જેમની પાસેથી પૈસા લો છો તેમને ભિખારી કહો છો:દહેજ કેસમાં કહ્યું- વહુ અને તેના પરિવારનું અપમાન કરવાનું બંધ કરો, દિયરની સજા યથાવત
    Next Article
    બાવકા PHC ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ભવ્ય ઉજવણી:દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓ માટે જાગૃતિ અભિયાનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment