Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખિસકોલી સર્કલ પાસે નિર્માણાધિન કેન્સર હોસ્પિટલના બિલ્ડિંગમાં આગ:બાજુની હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા, એક કલાકે આગ પર કાબૂ મેળવાયો

    1 day ago

    વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે વેલકેર હોસ્પિટલની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ કે જે કેન્સર હોસ્પિટલ બની રહી છે. જ્યાં હાલમાં કામગીરી ચાલી રહી છે ત્યાં કચરામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવને લઈ બાજુની હોપિટલમાં રહેલ દર્દીઓ અને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફોર્મ મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. આ આગના બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને મળતાં તાત્કાલિક GIDC ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વાસણા ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી હતી. અને એક કલાકની જહેમત બાદ આગ પરર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. POPના સામાનમાં આગથી અફરાતફરી મળતી માહિતી મુજબ, આ બિલ્ડિંગમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યાં POP કામગીરી માટે મોટા પ્રમાણમાં સામગ્રી બિલ્ડિંગની નીચે રાખવામાં આવી હતી. કોઈ કારણસર ત્યાં આગ લાગતા આગ વધુ ફેલાઈ હતી.બંને ફાયર સ્ટેશનની ટીમોએ સતત એક કલાકની જહેમત અને સતત પાણીના છંટકાવ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આ અંગે GIDC ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદાન બારહટે જણાવ્યું હતું કે, આગ લાગી હોવાનો કોલ મળતા જ અમારી ટીમ ત્યાં પહોંચી હતી. આગ જોતા અન્ય ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. નવી નિર્માણાધિન બિલ્ડીંગ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ મટીરીયલ ફોર્મ હોવાથી વધુ વિકરાળ બની હતી. જો કે એક કલાકની ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર સુરતનું 250 કરોડનું યાર્ન અટવાયું:સ્થાનિક વેપારીઓએ ભાવ 15-20 વધારતા હાલત કફોડી, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ કહ્યું-હજારોની રોજગારી છીનવાશે
    Next Article
    Leadership Hurdle Crossed, Karnataka Cabinet Rejig Next Challenge For Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment