Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, તેજ પવન ફૂંકાયો:બાજરી, કેરી સહિતના ઉનાળુ પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

    1 day ago

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આને કારણે ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા વ્યાપી છે. હાલ બાજરીની કાપણીની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે કેરી સહિતના ઉનાળુ પાકો ખેતરોમાં તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે, જો આ વાતાવરણ યથાવત્ રહે તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. અગાઉ કમોસમી વરસાદ અને માવઠાના કારણે નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના મતે, જો કમોસમી વરસાદ કે માવઠું થાય તો બાજરીના પાકની ગુણવત્તા પર વિપરીત અસર થઈ શકે છે. આ ઉપરાંત, કેરી અને અન્ય ઉનાળુ પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. બદલાતા હવામાનને કારણે ખેડૂતો સતત હવામાન પર નજર રાખી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસેથી સંભવિત નુકસાન સામે જરૂરી સહાયની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકમાં 4 ડેપ્યુટી CM હોઈ શકે છે:શિવકુમાર CM બનશે, શપથ આવતા અઠવાડિયે શક્ય; સિદ્ધારમૈયાએ રાહુલ-ખડગે સાથે મુલાકાત કરી
    Next Article
    હાઇકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર સુરતનું 250 કરોડનું યાર્ન અટવાયું:સ્થાનિક વેપારીઓએ ભાવ 15-20 વધારતા હાલત કફોડી, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ કહ્યું-હજારોની રોજગારી છીનવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment