Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલમાં એક ક્લિક ને યુવાન ફસાયો બ્લેકમેઈલ-લૂંટની જાળમાં:ગે ડેટિંગ એપ્લિકેશનથી મળવા બોલવ્યો, છરીની નોક પર કપડાં ઉતરાવ્યા, વીડિયો બનાવ્યો, વાઈરલની ધમકી આપી રૂપિયા પડાવ્યા

    3 दिन पहले

    અમરેલી જિલ્લામાં ગે ડેટિંગ એપ્લિકેશનના બહાને યુવકને બ્લેકમેલ કરી લૂંટ ચલાવતી ગેંગનો અમરેલી તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. બાબરા તાલુકાના એક ગામના યુવકને નિશાન બનાવી તેની પાસેથી રોકડ અને ડિજિટલ માધ્યમથી પૈસા પડાવવામાં આવ્યા હતા. ઘટના મુજબ, ફરિયાદી પોતાના શેઠનું વાહન લઈને ફતેપુર ખાતે બાયોકોલ ભરવા ગયા હતા. બાયોકોલ ભરી રાત્રિના સમયે બાબરા પરત ફરતી વખતે તેઓ અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. આ દરમિયાન તેમના મોબાઈલમાં ભૂલથી 'GRINDR' નામની એપ્લિકેશન ખુલી ગઈ હતી અને 'JAN' નામના આઈડી પરથી તેમને મેસેજ આવ્યો કે, હું તમારી આસપાસ છું મળવા માંગો છો? જેથી ફરિયાદીએ મળવાની હા પાડી હતી. જો કે, ફરિયાદીને તાત્કાલિક બીજા કામથી જવાનું હોવાથી તે પોતાનું વાહન લઈને બાબરા તરફ જઈ રહ્યા હતા ત્યારે, ટાટા મોટર્સ સર્વિસ સ્ટેશન પાસેથી નવા બાયપાસ ઉપર થોડે આગળ આરોપીઓ હરકિશન ખસિયા અને અરમાન ભીમાણીએ પોતાના એક્ટિવા અને મોટરસાયકલ દ્વારા તેમનું વાહન રોકાવી ગેરકાયદેસર રીતે અવરોધ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને જબરદસ્તી વાહનમાંથી નીચે ઉતારી રેલવેના નવા પુલિયા નીચે લઈ ગયા હતા. ત્યાં તોફિક, રોનક નાગોરી સહિત અન્ય આરોપીઓ પણ આવી ગયા હતા. તમામ આરોપીઓએ એકસંપ થઈ ફરિયાદીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન હરકિશન ખસિયા, અરમાન ભીમાણી સહિતના શખસોએ ફરિયાદીના કપડાં ઉતરાવી દીધા હતા. તોફિક અને રોનક નાગોરી સહિતના શખસોએ મોબાઈલની ફ્લેશ લાઈટમાં તેમનો વીડિયો ઉતારી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ અને પાકીટ પણ લઈ લીધું હતું. પાકીટમાં આશરે 800 થી 1000 રૂપિયા જેટલી રોકડ રકમ હતી, જે ઝૂંટવી લેવામાં આવી હતી. તમામ આરોપીઓએ વધુ નાણાની માંગણી કરી હતી. ફરિયાદી પાસે અન્ય પૈસા ન હોવાથી, આરોપીઓએ તેમના શેઠના ગૂગલ પે દ્વારા જણાવેલા QR કોડમાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. સાથે જ, ફતેપુરમાં બાયોકોલવાળા ભાવેશભાઈને ફોન કરી ઉછીના રૂપિયા મંગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અમરેલી તાલુકા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તોફિકએ ફરિયાદીની ગરદન પાસે ખુલે એવી છરી રાખી બીજા દિવસે વધુ રૂ.45,000 મોકલવાની ધમકી આપી હતી. રૂપિયા નહીં મોકલીએ તો જાનથી મારી નાખવાની તેમજ વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રસ્તા ઉપર કોઈ આવી રહ્યું છે કે નહીં તેની નજર રાખવા અન્ય શખસો ઉભા રાખવામાં આવ્યા હતા. જોકે કોઈનો અવાજ આવતા આરોપીઓ મોબાઈલ, પાકીટ અને વાહનની ચાવી ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ફરિયાદીએ સમગ્ર હકીકત પોતાના શેઠને જણાવતા મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસ અધિકારી ઓમદેવસિંહ જાડેજાએ સમગ્ર લૂંટની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ તમામ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યુ હતું કે, ફરિયાદી કે જે ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા. એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા-પાણી કરવા ઊભા રહ્યા હતા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતાં કરતાં એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી એક ગ્રાઈન્ડર એપ, એમાં કોઈ જે.એ.એન. એટલે કે જાન નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો. એટલે એ ક્લિક થઈ જતાં એમનો નંબર શેર થઈ ગયો હતો. ત્યાર બાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે, એક્ટિવા પર બે જણા આવે છે, હરકિશન ખસિયા અને ફરીદ ભીમાણી. આ બંને દ્વારા આવીને એમની ગાડી ઊભી રખાવી, એની ચાવી લઈ લીધી અને પછી એને નીચે ઉતારી, બાયપાસ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે. ત્યાં આગળ બીજા ચાર જણા આવી જાય છે. આમાં અરમાન સમા, તોફીક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી. આ છ જણા ભેગા થઈને એને છરી દેખાડી, એના કપડાં ઉતારી અને એનો એક વીડિયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આપ નહિતર આને વાઈરલ કરશું. DYSP ચિરાગ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પાસે કોઈ રૂપિયા ન હોવાથી એમણે ઓનલાઇન 5000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, જો એ આ વાત કોઈને પણ કહેશે તો એને બદનામ કરી દેવામાં આવશે. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચાર દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. આ સાથે DYSPએ કહ્યું કે, આવી કોઈ એપ્લિકેશન કે જેના થ્રુ લોકો આવી બાબતોનો ભોગ બનતા હોય છે માટે કોઈપણ અજાણી એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો, એપમાં એમાં કોઈની સાથે નંબર શેર ન કરવો, કોઈની વાતમાં આવવું નહીં.
    Click here to Read More
    Previous Article
    પાર્ક કરેલી કારમાંથી લોહીથી લથપથ લાશ મળી:વડોદરામાં કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને ચપ્પુના ઘા મારી પતાવી દીધો, હત્યાનું કારણ અકબંધ
    Next Article
    રણજીતભાઈ ધાધલ ગૌરક્ષા સમિતિ અને શિવસેનાના બોટાદ જિલ્લા પ્રમુખ બન્યા:સામતભાઈ જેબલીયાએ નિમણૂક કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment