Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિદ્વારમાં પાટણના શ્રીમદ ભાગવત મહોત્સવનો પ્રારંભ:રાજમાર્ગો પર પાટણના ભાગવતીઓની ભવ્ય પોથીયાત્રા નીકળી

    2 दिन पहले

    પાટણના શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા હરિદ્વાર તીર્થમાં 18મા શ્રીમદ ભાગવત મહોત્સવનો ગુરુવારથી મંગલ પ્રારંભ થયો છે. પવિત્ર અધિક માસમાં સામાન્ય માણસ પણ તીર્થયાત્રા સાથે કથા શ્રવણ કરી શકે તેવા ઉદ્દેશ્યથી આ આયોજન કરાયું છે. આ મહોત્સવના પ્રારંભ પૂર્વે બુધવારે સાંજે હરિદ્વારના રાજમાર્ગો પર ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં પાટણના ભાગવતીઓના ભક્તિનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દેવભૂમિ હરિદ્વાર ખાતે યોજાઈ રહેલા આ મહોત્સવમાં પાટણના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય વ્યાસપીઠ પર બિરાજીને રસરાજ પ્રભુની લીલાઓનું વર્ણન કરી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો પ્રારંભ કરતા વિદ્વાન વક્તા દિલીપભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, અધિક માસ અને ભાગવત કથા પ્રભુ પ્રાપ્તિની તક લઈને આવે છે. પરમાત્માની કૃપા હોય ત્યારે જ આવા અવસર પ્રાપ્ત થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાગવત કથા એ ભગવાનની અનુભૂતિ કરાવતો અવસર છે, માત્ર કથા વાંચન કે શ્રવણ નથી. મનુષ્ય માટે મોક્ષ પ્રાપ્તિ સુલભ અને સરળ છે, બસ તેની પ્રાપ્તિ માટેની ઈચ્છા અને સંકલ્પ હોવા જરૂરી છે. આચાર્યશ્રીએ સમજાવ્યું કે, કથા શ્રવણ કરવાથી સત્, ચિત્ત અને આનંદ એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણની આંતરિક પ્રાપ્તિ થાય છે. ગોવર્ધન ધારણ કરનારા ભગવાનનો એક હાથ ઊંચો હોય છે, જે દર્શાવે છે કે તેમના શરણમાં આવનારને કોઈ ચિંતા રહેતી નથી. આ પ્રસંગે ગજેન્દ્રધર દેસાઈ પરિવાર (અમદાવાદ), વિશ્વ રાવલ, પૂનમબેન પંકજભાઈ રાવલ, મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ, વીરચંદભાઈ પ્રભુરામ જોશી, વીણાબેન મહેન્દ્રભાઈ રાવલ, છાયાબેન અનિલભાઈ ત્રિવેદી, રત્નાબેન સિંધાનિયા (મુંબઈ), ઉપેન્દ્રભાઈ ખેમચંદભાઈ પટેલ (યુએસએ) અને એમ.કે. પરિવારે મનોરથી તરીકે લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક, 4 મહિનામાં 5,999 લોકોને બચકા ભર્યા:ખસીકરણ પાછળ વર્ષે થતો ₹1.13 કરોડનો ખર્ચ પાણીમાં, વાતાવરણનાં બદલાવથી શ્વાન આક્રમક બને છેઃ અધિકારી
    Next Article
    4 South African cheetahs to go on display at Bannerghatta zoo from June 4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment