Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રાજપૂત યુવા સંઘે સન્માન સમારોહ યોજ્યો:નવનિયુક્ત પ્રમુખ અને ચૂંટાયેલા આગેવાનોનું સન્માન કરાયું

    2 days ago

    મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંઘના નવનિયુક્ત પ્રમુખ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર)ની વરણી કરવામાં આવી હતી, જેમનું આ પ્રસંગે સન્માન કરાયું. આ ઉપરાંત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશની ટીમમાં મંત્રી તરીકે જયવંતસિંહ જાડેજા અને યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રામદેવસિંહ ઝાલા (ઢુવા)ની વરણી થતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજેતા થયેલા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે કોઈપણ પક્ષ તરફથી ટિકિટ મેળવીને ચૂંટણી જીતી હતી. આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ પ્રમુખ નીરુભા ઝાલા, મોરબી જિલ્લાના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશના મંત્રી જયવંતસિંહ જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, દિલુભા જાડેજા (જયદીપ કંપની) અને નરેન્દ્રસિંહ ઝાલા (પંચાસર) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Why will Ballon d’Or ceremony take place from London instead of Paris in 2026
    Next Article
    અઠવા બ્રિજ પર ચાલુ બાઈકે ચાલકને ચક્કર આવ્યા:ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજા, વાહનચાલકોએ માનવતા દાખવી સિવિલ ખસેડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment