Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં જળાશયો, નદી કિનારે જવા પર પ્રતિબંધ:ચોમાસામાં જળાશયોના તટ કે પાળી પર જોખમી સેલ્ફી, વીડિયો શૂટિંગ જેવી પ્રવૃતિ પર રોક, અધિક મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે જળાશયો, નદીઓ અને સિંચાઈ યોજનાઓમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લાના તમામ ભયજનક સ્થળો, જળાશયો, નદીના પટ, તળાવ, ચેકડેમ, પુલ અને નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોના પ્રવેશ અને ન્હાવા પર સખત પ્રતિબંધ છે. આ ઉપરાંત, જળાશયોના તટ કે પાળી પર જોખમી રીતે સેલ્ફી લેવા, કેમેરા કે મોબાઈલથી શૂટિંગ કરવા જેવી પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવાઈ છે. ત્યાં વસવાટ કરતા લોકોને પણ આવી જોખમી પ્રવૃત્તિઓ ન કરવા તાકીદ કરાઈ છે. આ પ્રતિબંધાત્મક હુકમ તા. 25 જુલાઈ, 2026 સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની શિક્ષાને પાત્ર થશે. પ્રતિબંધિત મુખ્ય ડેમ અને નદીઓમાં સાયલા તાલુકાના થોરીયાળી ગામ પાસેનો લીંબડી ભોગાવો 1 થોરીયાળી ડેમ અને લીંબડી ભોગાવો નદી, સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારમાં આવેલા વડોદ ગામ પાસેનો લીંબડી ભોગાવો 2 વડોદ ડેમ અને લીંબડી ભોગાવો નદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મૂળી તાલુકાના ગૌતમગઢ પાસે આવેલો વઢવાણ ભોગાવો 1 નાયકા ડેમ અને વઢવાણ ભોગાવો નદી, વઢવાણ તાલુકાના ખમીસણા પાસે આવેલો વઢવાણ ભોગાવો 2 ધોળીધજા ડેમ અને વઢવાણ ભોગાવો નદી, ચુડા તાલુકામાં આવેલો વાંસલ ડેમ અને વાંસલ નદી પણ પ્રતિબંધિત છે. ધ્રાંગધ્રા તાલુકાના જશાપર પાસે આવેલો ફલ્કુ રાજ જસવંત સાગર ડેમ અને ફલ્કુ નદી, સાયલા તાલુકાના વાંટાવચ્છ પાસે આવેલો નિંભણી ડેમ અને નિંભણી નદી, ચોટીલા તાલુકાના હિરાસર પાસે આવેલો મોરસલ ડેમ અને દુધાળા નદી, મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ પાસે આવેલો સબુરી ડેમ અને સબુરી નદી પણ આ યાદીમાં છે. ચોટીલા તાલુકાના ધારી પાસે આવેલો ધારી ડેમ અને સુખભાદર નદી, તેમજ ચોટીલા તાલુકાના ડાકવડલા પાસે આવેલા ત્રિવેણીઠાંગા ડેમ અને જંબુરી નદીના વિસ્તારોમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત નાની અને બીજા વર્ગની સિંચાઈ યોજનાઓ તેમજ તળાવોમાં ચોટીલા તાલુકાની મોલડી, ગુંદા, ચાણપા, કુંઢડા, હિરાણા, સરોડી, મેવાસા, બાંડીયાબેલી અને પાંચવડા નાની સિંચાઈ યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત વિસ્તારો ગઢેચી નાની સિંચાઈ યોજના, ભીમગઢ બીજા વર્ગની સિંચાઈ યોજના, રૂપાવટી બીજા વર્ગની સિંચાઈ યોજના, ભેટસુડા બીજા વર્ગની સિંચાઈ યોજના, નાળીયેરી બીજા વર્ગની સિંચાઈ યોજના, મોરથળા બીજા વર્ગની સિંચાઈ યોજના, વીજળીયા બીજા વર્ગની સિંચાઈ યોજના, મેવાસા બીજા વર્ગની સિંચાઈ યોજના, સારસાણા બીજા વર્ગની સિંચાઈ યોજના, આંકડીયા બીજા વર્ગની સિંચાઈ યોજના, ધારેઇ બીજા વર્ગની સિંચાઈ યોજના, પિયાવા બીજા વર્ગની સિંચાઈ યોજના, રૂપાવટી બીજા વર્ગની સિંચાઈ યોજના, ઝીઝુડા બીજા વર્ગની સિંચાઈ યોજના, કાબરણ બીજા વર્ગની સિંચાઈ યોજના, રામપરા ચો. બીજા વર્ગની સિંચાઈ યોજના, નાવા બીજા વર્ગની સિંચાઈ યોજના, મોટાહરણીયા બીજા વર્ગની સિંચાઈ યોજના અને ચોબારી બીજા વર્ગની સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે. મૂળી તાલુકો (પ્રતિબંધિત વિસ્તારો) રાણીપાટ નાની સિંચાઈ યોજના, ખંપાળીયા નાની સિંચાઈ યોજના, ચાંદ્રેલીયા બીજા વર્ગની સિંચાઈ યોજના, ગઢાદ બીજા વર્ગની સિંચાઈ યોજના, સીધ્ધસર બીજા વર્ગની સિંચાઈ યોજના, રાયસંગપર બીજા વર્ગની સિંચાઈ યોજના, ટીકર બીજા વર્ગની સિંચાઈ યોજના, લીયા મોરડુંગરા બીજા વર્ગની સિંચાઈ યોજના, ભેટ બીજા વર્ગની સિંચાઈ યોજના, જેપર બીજા વર્ગની સિંચાઈ યોજના, વીરપર બીજા વર્ગની સિંચાઈ યોજના, કુંતલપુર બીજા વર્ગની સિંચાઈ યોજના, આંબરડી બીજા વર્ગની સિંચાઈ યોજના, ટીકર બીજા વર્ગની સિંચાઈ યોજના, ગઢડા બીજા વર્ગની સિંચાઈ યોજના, દાણાવાડા બીજા વર્ગની સિંચાઈ યોજના અને પાંડવરા બીજા વર્ગની સિંચાઈ યોજનાના વિસ્તારો પ્રતિબંધિત છે. સાયલા તાલુકો (પ્રતિબંધિત વિસ્તારો) સુદામડા નાની સિંચાઈ યોજના, ધજાળા નાની સિંચાઈ યોજના, રાતડકી બીજા વર્ગની સિંચાઈ યોજના, ઢીકવાળી બીજા વર્ગની સિંચાઈ યોજના, ખોડિયાર બીજા વર્ગની સિંચાઈ યોજના સાયલા, અડાળા બીજા વર્ગની સિંચાઈ યોજના, નાગડકા બીજા વર્ગની સિંચાઈ યોજના, વખતપર બીજા વર્ગની સિંચાઈ યોજના, વાંટાવચ્છ બીજા વર્ગની સિંચાઈ યોજના, દેવગઢ બીજા વર્ગની સિંચાઈ યોજના, ઓવનગઢ બીજા વર્ગની સિંચાઈ યોજના, સામતપર બીજા વર્ગની સિંચાઈ યોજના, નવા સુદામડા બીજા વર્ગની સિંચાઈ યોજના, ઢાંકણીયા બીજા વર્ગની સિંચાઈ યોજના, સોરીંભડા બીજા વર્ગની સિંચાઈ યોજના, લીંબાળા બીજા વર્ગની સિંચાઈ યોજના અને ચોરવીરા થાન બીજા વર્ગની સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા તાલુકો (પ્રતિબંધિત વિસ્તારો) ગુજરવદી નાની સિંચાઈ યોજના, ચંદ્રાભાગા નાની સિંચાઈ યોજના, કંકાવટી નાની સિંચાઈ યોજના, ઘનશ્યામગઢ નાની સિંચાઈ યોજના, વાવડી નાની સિંચાઈ યોજના, સરવાલ બીજા વર્ગની સિંચાઈ યોજના, ભરાડા બીજા વર્ગની સિંચાઈ યોજના અને સતાપર નાની સિંચાઈ યોજનાના ક્ષેત્રોમાં અવરજવર પર પ્રતિબંધ રહેશે. લીંબડી, ચુડા, લખતર, વઢવાણ અને દસાડા તાલુકાઓ (પ્રતિબંધિત વિસ્તારો) રાણાગઢ નાની સિંચાઈ યોજના, ગેડી નાની સિંચાઈ યોજના, મુળબાવળા નાની સિંચાઈ યોજના, બોરણા બીજા વર્ગની સિંચાઈ યોજના, ફુલવાડી બીજા વર્ગની સિંચાઈ યોજના, લીયાદ બીજા વર્ગની સિંચાઈ યોજના, ગડથલ બીજા વર્ગની સિંચાઈ યોજના, કટારીયા બીજા વર્ગની સિંચાઈ યોજના, ચાચકા નાની સિંચાઈ યોજના, વેજલકા નાની સિંચાઈ યોજના, સરઘરા નાની સિંચાઈ યોજના, સાકર નાની સિંચાઈ યોજના, લીલાપુર બીજા વર્ગની સિંચાઈ યોજના, કલ્યાણપુરા બીજા વર્ગની સિંચાઈ યોજના, ગુંદીયાળા નાની સિંચાઈ યોજના, ખોલડીયાદ બીજા વર્ગની સિંચાઈ યોજના, અખીયાણા બીજા વર્ગની સિંચાઈ યોજના, રાણાસર બીજા વર્ગની સિંચાઈ યોજના, પોરડા બીજા વર્ગની સિંચાઈ યોજના, આલમપુરા બીજા વર્ગની સિંચાઈ યોજના, નવરંગપુરા બીજા વર્ગની સિંચાઈ યોજના, વણોદ બીજા વર્ગની સિંચાઈ યોજના, છાબલી બીજા વર્ગની સિંચાઈ યોજના, કઠાડા બીજા વર્ગની સિંચાઈ યોજના, રાજપર બીજા વર્ગની સિંચાઈ યોજના, ભડેણા બીજા વર્ગની સિંચાઈ યોજના અને લીંબડ બીજા વર્ગની સિંચાઈ યોજનાના જળાશય વિસ્તારોમાં પણ સામાન્ય નાગરિકો માટે પ્રવેશબંધી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ‘Let them drink water’: Media is burying the corporate plunder driving our climate crisis
    Next Article
    29મીએ આરોગ્ય વિભાગ, 30મીએ ગૃહ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઓનલાઇન ફોર્મ ભરશે:વસ્તી ગણતરીના ઓનલાઇન ફોર્મ માટે 31મી તારીખે છેલ્લો દિવસ, QR કોડ સ્કેન કરો અને ફોર્મ ભરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment