Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ દ્વારા શાળાઓમાં ટીવી વિતરણ:ડિજિટલ શિક્ષણ પ્રોત્સાહન માટે વઢવાણ, ખોડુ ગામની પ્રાથમિક શાળાઓને લાભ

    3 दिन पहले

    રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા વઢવાણ અને ખોડુ ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટીવી સેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ હિરેનભાઈ શાહ અને સેક્રેટરી જીતેશભાઈ દફતરીના કાર્યકાળ દરમિયાન આયોજિત કરાયો હતો. વઢવાણ-13 પ્રાથમિક શાળામાં ટીવી ડોનેશન માટે ભાવના રોડવેઝ (સુરેન્દ્રનગર) તરફથી માધવી મેહતા શાહ મુખ્ય દાતા રહ્યા હતા. તેમણે બાળકોના ડિજિટલ શિક્ષણ માટે ટીવીની ભેટ આપી હતી. ખોડુ કુમાર પ્રાથમિક શાળામાં ટીવી ડોનેશનના મુખ્ય દાતા નિલેશભાઈ પંચોલી હતા. તેમણે રોટરી ક્લબના માધ્યમથી શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ટીવી અર્પણ કર્યું હતું. આ ડિજિટલ ક્લાસરૂમ પ્રોજેક્ટ બદલ બંને શાળા પરિવારો, જેમાં આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, તેમણે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર અને તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ટીવી સેટ્સ દ્વારા વિદ્યાર્થીઓ હવે વધુ રસપ્રદ અને આધુનિક પદ્ધતિથી શિક્ષણ મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    દહેજની યોકોહામા કંપનીમાં કામદારોનો વિરોધ:યુનિયન દબાવવા ધમકી અને દાદાગીરીના આક્ષેપ
    Next Article
    19 લાખ કોર્ટમાં જમા કરાવી જયેન્દ્રભાઈએ જામીન મેળવ્યા:28 કરોડના CGST કૌભાંડમાં ઈગલ મોટર્સ પ્રા.લી. ના સહમાલિક મનીષ બવારિયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment