Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં કૂવામાં દીપડો ખાબક્યો:વનવિભાગે દોરડું બાંધી ખાટલાના સહારે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો, સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખસેડ્યો

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં વન વિભાગે એક દીપડાનો જીવ બચાવ્યો છે. વેરાવળ રેન્જ હેઠળના નવાપરા ગામે એક કૂવામાં પડેલા નર દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટના વેરાવળ રાઉન્ડના ડારી નવાપરા બીટ વિસ્તારમાં આવેલા નવાપરા ગામે બની હતી. ખેડૂત માલાભાઈ ડોડીયાના કૂવામાં અંદાજે 0 થી 1 વર્ષનો નર દીપડો પડી ગયો હતો, જેની જાણ થતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ખેડૂત માલાભાઈ ડોડીયાએ તાત્કાલિક વેરાવળ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગેશ કલસરિયાએ માહિતી આપતા જણાવ્યું કે, જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ખૂબ જ સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન કરીને દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ દીપડાની પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુ સારવાર અને દેખરેખ માટે તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પશુચિકિત્સકોની ટીમ તેની સારવાર કરી રહી છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, હાલ દીપડાની સ્થિતિ સ્થિર છે. જરૂરી સારવાર બાદ તેને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વન વિભાગની આ તાત્કાલિક કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. ગીર વિસ્તારમાં માનવ વસાહતો નજીક વન્યપ્રાણીઓ આવી ચઢવાની ઘટનાઓ વધી રહી છે. આવા સમયે લોકો વધુ સાવચેત રહે અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ પોલીસના ASIની ચાલતા વાહને હત્યાનો VIDEO:ગુરદાસપુરથી સ્કૂટી પર ડ્યુટી પર આવી રહ્યા હતા, આતંકી સંગઠન TTHએ જવાબદારી લીધી
    Next Article
    રાજકોટના 23માં મેયર પદે રૂપાણી જૂથના નેહલ શુક્લની નિમણૂક:ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી; 76 દિવસ પદાધિકારીઓનું શાસન ચાલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment