Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારિજમાં હોમગાર્ડ જવાન ખુલ્લી ગટરમાં બાઈક સાથે ખાબક્યો:ફરજ પરથી પરત ફરતી વખતે અકસ્માત, ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ

    3 दिन पहले

    પાટણ જિલ્લાના હારિજ શહેરમાં એક હોમગાર્ડ જવાન ખુલ્લી ગટરની કુંડીમાં મોટરસાયકલ સાથે ખાબકતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ભીલવાસ પાસે બની હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોમગાર્ડ જવાન પોતાની સરકારી ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અંધારાને કારણે તેમને ખુલ્લી કટર દેખાઈ ન હતી, અને તેમની બાઇક સીધી તેમાં પટકાઈ હતી. આ ઘટનામાં તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હારિજ શહેરમાં આવી ખુલ્લી ગટરની કુંડીઓ અનેક સ્થળોએ જોવા મળે છે. આ કુંડીઓ સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. આ પ્રકારની અકસ્માતની આ પ્રથમ ઘટના નથી, પરંતુ લાંબા સમયથી આ ખુલ્લી કુંડીઓ અકસ્માતોનું કારણ બની રહી છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આ કુંડીઓ પર ઢાંકણ ઢાંકવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ બેદરકારીને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા-અરવલ્લીને મળ્યા 32 નવા BSNL ટાવર:સાંસદની રજૂઆત બાદ ગુજરાતમાં કુલ 94 ટાવર મંજૂર; મોબાઈલ નેટવર્કની સમસ્યા હલ
    Next Article
    અમદાવાદ ગ્રુપના 19 સભ્યોએ રૂપીન પાસ ટ્રેક પૂર્ણ કર્યો:15,350 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment