Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં રિક્ષાચાલક પર હુમલો:ગાળ ન બોલવાનું કહેતા બે શખસ ધોકા અને લોખંડની પાઈપ લઈ તૂટી પડ્યા, મિત્રો સારવાર માટે લઈ ગયા

    5 days ago

    બોટાદ શહેરના હાઈસ્કૂલ ત્રણ રસ્તા નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ પર એક રિક્ષાચાલક પર હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગાળો બોલવાની ના પાડતા બે શખસ લાકડાના ધોકા અને લોખંડના પાઈપથી માર માર્યો હતો. ફરિયાદ મુજબ, ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ મેર રાત્રે રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જરની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે જયદીપભાઈ ઉમેદભાઈ ખાચર અને મયુરભાઈ ઝરીયા વાળા તેમની રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા અને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. રાજેશભાઈએ તેમને જાહેર સ્થળે ગાળો ન બોલવા સમજાવતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે જયદીપભાઈએ લાકડાના ધોકાથી અને મયુરભાઈએ લોખંડના પાઈપથી રાજેશભાઈ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમના બંને હાથમાં ઈજા થઈ હતી. હુમલા બાદ બંને આરોપીઓ રાજેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત રાજેશભાઈને તેમના મિત્રોએ સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજારથી વધુ બેઠક પર પ્રવેશ:કમ્પ્યૂટર, IT અને ICT બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ, ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો
    Next Article
    Historic Move As 3 Private Players In Race To Build AMCA, India's Homegrown Stealth Fighter Jet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment