Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો:વડોદરાનો વ્યક્તિ અમદાવાદમાં દાખલ, આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરાશે

    4 दिन पहले

    આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસનાં પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં AMC આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. વડોદરાની વ્યક્તિને અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે અને કોઈપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારના લક્ષણો નથી: આરોગ્ય અધઇકારી છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી. ‘અત્યારે કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી’ જો આ ત્રણ દેશમાંથી કોઈ પણ નાગરિક મુસાફરી કરીને આવે અને તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અથવા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા ન હોય તો તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય તો તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે. જો કોઈ પેસેન્જર આ દેશમાંથી મુસાફરી કરી આવ્યો હોય અને તેને લક્ષણો હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.અત્યારે કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે લોકો મુસાફરી કરી અને આવ્યા છે તેઓ યુગાન્ડાથી આવેલા છે અને તેમને હાલમાં હોમ કવોરન્ટીન રાખવામાં આવ્યા છે. ઈન્ટરનેશનલ મુસાફરો માટે હેલ્થ ફોર્મ અને કડક સ્ક્રીનિંગ ફરજિયાત ઇબોલા વાઇરસ (EVD)ને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં, રાષ્ટ્રીય હિતમાં તમામ ઈન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે. રોગના આયાત અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા પ્રવેશ બિંદુઓ (PoE-પોર્ટ ઓફ એન્ટ્રી) પર તમામ એરલાઇન્સ અને હિસ્સેદારો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF)નું પાલન કડક બનાવવામાં આવ્યું છે. બધા મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત DGCA માર્ગદર્શિકા પરિશિષ્ટ-1 હેઠળ આવરી લેવામાં આવતી એરલાઇન્સની બધી ફ્લાઇટ્સ, આ POE પર કોઈપણ સંભવિત રાષ્ટ્રીય જાહેર આરોગ્ય જોખમ અને રોગના આયાતને ઘટાડવા માટે, બધા રૂટ માટે, બધા મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત ભરવાનું સુનિશ્ચિત કરશે. આરોગ્ય પગલાં અંગેની ફ્લાઇટમાં જાહેરાતો બધા કિસ્સાઓમાં, આરોગ્ય પગલાં અને SDF ભરવા અંગેની ફ્લાઇટમાં જાહેરાતો આગમન પહેલાં પૂર્ણ કરવામાં આવશે, જેથી ભીડ ટાળી શકાય અને ઇબોલા રોગના સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય. ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત રહેશે આગમન વિસ્તારમાં 24x7 ફરજ પર ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત છે. બધા હિસ્સેદારોએ ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાંનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. કોઈપણ સંજોગોમાં ગેરવહીવટને કારણે આરોગ્યસંભાળ કાર્યકરો અથવા મુસાફરોને ચેપનું જોખમ ન હોવું જોઈએ. જોડાયેલ SOPનું કડક અને ફરજિયાત પાલન કરવામાં આવશે. MOCA દ્વારા એર સુવિધા પોર્ટલ કાર્યરત કરવામાં આવી શકે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, આગામી સમયગાળામાં MOCA દ્વારા એર સુવિધા પોર્ટલ કાર્યરત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી, ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ ખાસ કરીને SDF ફોર્મ ભરવાનું કડક રીતે અને નિષ્ફળતા વિના પાલન કરવાનું ચાલુ રાખવામાં આવશે. જેથી આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જાહેર આરોગ્યનું રક્ષણ કરી શકાય. મુસાફરોની આરોગ્ય ચકાસણી DGCA માર્ગદર્શિકાના પરિશિષ્ટ-1 હેઠળ આવરી લેવામાં ન આવતી એરલાઇન્સને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઇબોલા રોગ ફેલાવાના સંભવિત જોખમ ધરાવતા કોઈપણ મુસાફરને શોધી કાઢવા માટે તમામ રૂટ માટે બધા મુસાફરો માટે SDF ફોર્મના આગમન પહેલા સંગ્રહની ખાતરી કરે. આવી એરલાઇન્સે, ઓછામાં ઓછા, બધા કેટેગરી-1, કેટેગરી-2, અથવા કેટેગરી-3 મુસાફરો માટે અને પ્રવેશ બિંદુ (PoE) પર રોગ આયાતના સંભવિત જોખમ માટે મૂલ્યાંકન કરાયેલ કોઈપણ મુસાફર માટે ફરજિયાત SDF ભરવાની ખાતરી કરવી જોઈએ. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી છે.અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા પેસેન્જરો માટે જ છે, સામાન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કે વધારાની કાર્યવાહી જરૂરી નથી ઇબોલા સૌપ્રથમ 1976માં સામે આવ્યો સમગ્ર વિશ્વમાં ઇબોલા વાયરસ ડિસીઝ (EVD) થી પીડિત દર્દીઓમાં 25% થી 90% મૃત્યુ થાય છે. ઇબોલા વાયરસ સૌપ્રથમ 1976માં આફ્રિકામાં સામે આવ્યો હતો. તે સમયે સુદાન અને તત્કાલીન ઝાયર (હવે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો) માં તેના કેસ મળ્યા હતા. કોંગોમાં જે વિસ્તારમાં આ વાયરસ મળ્યો, તેની નજીક વહેતી ઇબોલા નદીના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું. આ જીવલેણ બીમારી સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી અને શરીરના અન્ય પ્રવાહી પદાર્થના સંપર્કથી ફેલાય છે. કોંગોમાં ઇબોલા વાયરસથી 80 મૃત્યુ, 246 શંકાસ્પદ કેસ કોંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ઇબોલાથી અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે. 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. જોકે, WHOનું કહેવું છે કે તે મહામારીની શ્રેણીમાં આવતું નથી. કોંગોના સ્વાસ્થ્ય મંત્રી સેમ્યુઅલ-રોજર કમ્બા અનુસાર, પ્રથમ કેસ એક નર્સનો માનવામાં આવી રહ્યો છે, જેનું 24 એપ્રિલે મૃત્યુ થયું હતું. આ બીમારી હાલમાં ઇટુરી પ્રાંતના બુનિયા, રવામપારા અને મોંગવાલુ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે, આ વખતે ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન મળ્યો છે, જ્યારે કોંગોમાં અગાઉ મોટાભાગના કેસ ઝાયર સ્ટ્રેનના રહ્યા છે. આનાથી ચિંતા વધી છે, કારણ કે ઇબોલાના હાલના ઘણા ઇલાજ અને રસીઓ ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    હ્યુન્ડાઈની કારો ₹12,800 સુધી મોંઘી થશે:નવા ભાવ 1 જૂન 2026થી લાગુ થશે, કંપનીએ ઇનપુટ કોસ્ટ વધવાને કારણે લીધો નિર્ણય
    Next Article
    Rajkot Controversy | ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલા વિવાદ | superstition | Dhirendra Shastri

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment