Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીમરાણામાં દારૂ ભરેલી ગાડી પકડવાની સ્પર્ધા?!:કોંગ્રેસ આગેવાન કહે ગાડી મેં પકડી; પોલીસે ફરજમાં રુકાવટ બદલ કાર્યવાહી કરી

    5 दिन पहले

    જામનગર નજીક ખીમરાણા ગામે કોંગ્રેસ આગેવાન અને સામાજિક કાર્યકર દેવરાજભાઈ ગોહિલે દારૂની હેરાફેરી કરતી એક ગાડી પકડી પાડી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો એક સામાજિક કાર્યકર દારૂ ભરેલી ગાડી પકડી શકતા હોય, તો સ્થાનિક પોલીસને આવા ગેરકાયદેસર ધંધાની જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી. પોલીસે ફરજ રુકાવટ બદલ કાર્યવાહી કરી ત્યારે હવે આ મામલે ફિલ્મી ઢબે નવો વળાંક આવ્યો છે શરૂઆતમાં એવું લાગતું હતું કે કોંગ્રેસના આગેવાને દારૂની ગાડી પકડી છે, પરંતુ હકીકતમાં આ કામગીરી પોલીસે કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ કોંગ્રેસ આગેવાન દેવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ઘટનાસ્થળેથી ફરાર મળતી માહિતી મુજબ, જામનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે સોયલ ટોલનાકાથી દારૂ ભરેલી એક શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો. આ ગાડી ખીમરાણા તરફ જઈ રહી હતી ત્યારે પોલીસે તેને આંતરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કોંગ્રેસ આગેવાન દેવરાજ ગોહિલે વિડિયો બનાવ્યો હતો આ પોલીસ કાર્યવાહી દરમિયાન સામાજિક કાર્યકર અને કોંગ્રેસ આગેવાન દેવરાજ ગોહિલ ત્યાં પહોંચ્યા હતા. તેમણે ગાડીમાં રહેલો દારૂનો મુદ્દામાલ પોતાના હાથેથી બતાવીને એક વિડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસનો દેવરાજ ગોહિલ પર આરોપ આ વિડિયોને કારણે ગ્રામજનોમાં એવો સંદેશ ગયો કે દારૂ સામાન્ય જનસેવકે પકડ્યો છે, જેનાથી બુટલેગરોના આતંક અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે પોલીસ સત્તાવાર રીતે દારૂ પકડવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં વિડિયો બનાવી પોલીસની ફરજમાં અડચણ ઊભી કરવામાં આવી હતી. ફરજમાં અડચણરૂપ બન્યા પોલીસની કામગીરી ચાલુ હોવા છતાં વિડિયો બનાવી કાયદાકીય પ્રક્રિયામાં રૂકાવટ લાવવા બદલ પોલીસે કડક પગલાં લીધા છે. પોલીસની સત્તાવાર ફરજમાં અડચણરૂપ બનવા સહિતની અલગ-અલગ કલમો હેઠળ કોંગ્રેસ આગેવાન દેવરાજ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, "બુટલેગરો દ્વારા ગામમાં ભય અને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. તેઓ કોઈ પણ જાતના ડર વગર ખુલ્લેઆમ દારૂનો વેપાર ચલાવી રહ્યા છે." આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તત્વો અને નિષ્ક્રિય પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પ્રબળ માગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમ:ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમમાં 1,997માંથી 1,775 કર્મચારીઓ ગેરહાજર, SMCએ 'શો-કોઝ' નોટિસ ફટકારી
    Next Article
    Baba Bageshwar Controversy Live | રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલાં જ ગરમાયું રાજકારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment