Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે પછી ઊંચા અવાજે વાત કરી તો જીવતો નહીં મૂકીએ':વોટ્સએપ ગ્રુપમાં બહેનનો ફોટો મૂકવા અંગે ફોન પર ઠપકો આપતા ઘોઘાના યુવકને બે ભાઈઓએ રસ્તામાં આંતરી ધારીયા વડે હુમલો કર્યો

    5 दिन पहले

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છાંયા ગામમાં સોશિયલ મીડિયા પર યુવતીનો ફોટો વાયરલ કરવા બાબતે ઠપકો આપવાની અદાવત રાખીને બે ભાઈઓએ એક યુવક પર જાનલેવા હુમલો કર્યો કરતા યુવકે ઘોઘા પોલીસ સ્ટેશનમાં બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘાના છાંયા ગામના વાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય વિશાલ રધાભાઈ બારૈયા ગત સાંજે સાડા છ વાગ્યાના અરસામાં લાખણકા ગામેથી પોતાના કામ પતાવી મોટરસાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સાતેક વાગ્યે છાંયા ગામના ગેટ પાસે પહોંચતા ગામના જ બે ભાઈઓ કાનજી હીરાભાઈ બારૈયા અને પ્રવિણ હીરાભાઈ બારૈયા ત્યાં હાજર હતા, ​કાનજીના હાથમાં ધારીયું હતું અને તેમણે વિશાલને ઊભો રાખી ફોન પર બોલાચાલી કરવા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું હતું, આ દરમિયાન પ્રવિણએ વિશાલનો કોલર પકડીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કાનજીએ પોતાના હાથમાં રહેલા ધારીયાનો ઊંધો ઘા વિશાલના માથામાં ઝીંકી દીધો હતો, હુમલાને કારણે વિશાલને ડાબા કાનની પાછળના ભાગે ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું, વિશાલએ બૂમાબૂમ કરતા નજીકના ગેરેજમાં બેસેલા દીપક વીહાભાઈ દિહોરા તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને વિશાલને વધુ માર ખાવામાંથી બચાવ્યો હતો. હુમલો કરનાર બંને ભાઈઓએ જતાં-જતાં ધમકી આપી હતી કે, "જો હવે પછી અમારી સાથે ઊંચા અવાજે વાત કરી છે તો તને જીવતો નહીં મેલીએ." હુમલો કરનાર કાનજી બારૈયાએ વિશાલની બહેનનો ખરાબ ફોટો વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હોવાની આશંકા હતી, આ બાબતે વિશાલે કાનજીને ફોન પર ઠપકો આપ્યો હતો. આ વાતની દાઝ રાખીને બંને ભાઈઓએ એકસંપ થઈને આ હુમલો કર્યો હતો, ​હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં વિશાલ ઘરે પહોંચ્યો હતો અને પરિવારને જાણ કરી હતી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને કોળિયાક સરકારી દવાખાને આઉટડોર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વિશાલે પોતાના પિતા સાથે ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચીને બંને ભાઈઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું-SIR પ્રોસેસ ખોટી નથી, આ ચૂંટણી પંચનો અધિકાર:મતદાર યાદીમાંથી શંકાસ્પદ નામો 4 અઠવાડિયામાં ચૂંટણીપંચ કેન્દ્રને મોકલે
    Next Article
    જોરાવરનગર ભોગાવો નદીપટમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment