Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બકરી ઈદ પર પ્રાણીની જાહેરમાં કતલ નહીં કરી શકાય:પ્રાણીને શણગારીને જાહેરમાં ફેરવવા પર પણ પ્રતિબંધ, રાજકોટ ઈન્ચાર્જ પોલીસ કમિશનરનું જાહેરનામું

    5 days ago

    આગામી બકરી ઈદ (ઈદ-ઉલ-અઝ્હા) નિમિત્તે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અન્ય ધર્મ કે સમાજના લોકોની લાગણી ન દુભાઈ અથવા કોઈ વાતાવરણ તંગ ન બને તે માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરી પશુઓની જાહેરમાં કતલ કરવા અને કુરબાની આપેલા જાનવરોના માંસ, હાડકા કે અન્ય અવશેષો જાહેર જગ્યાઓ પર ન ફેંકવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાણીને શણગારીને સરઘસ જાહેર માર્ગો પર લઈ જવા નહી પોલીસના જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, તહેવારની ઉજવણી દરમિયાન અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે. તેના કારણે અન્ય ધર્મ કે સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે માટે નીચે મુજબના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અથવા સરઘસ આકારે જાહેર માર્ગો પર લઈ જવા કે ફેરવવા નહીં. ’બકરી ઈદ’ તહેવાર નિમિત્તે કુરબાની આપેલા જાનવરોના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેર જગ્યાઓ પર ફેંકવા નહીં.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં શ્રી ઉમિયા માતાજીના રથનું આગમન:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાન કરાયેલા રથનું સ્વાગત
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હિતેષ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર, ભૂકંપમાં મૃત્યુ પામેલા વ્યકિતની ખોટી વારસાઈ બનાવી પ્લોટ વેચી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment