Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયા:બિનહરીફ ચૂંટાયા બાદ પ્રથમવાર પૌરાણિક વીરવાડી મંદિરે પહોંચ્યા; કહ્યું- આ જીત હનુમાન દાદાના આશીર્વાદનું પરિણામ

    5 days ago

    નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી, જ્યાં ભાજપના પીઢ નેતા અશોક ધોરાજીયા બિનહરીફ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. મેયર પદના શપથ અને સત્તાવાર કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે જ નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયા પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે સીધા જ નવસારીના સુપ્રસિદ્ધ અને પૌરાણિક વીરવાડી હનુમાન મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ધોરાજીયા 25 વર્ષથી મંદિરના પ્રમુખ છે અશોક ધોરાજીયા છેલ્લા 25 વર્ષથી આ પૌરાણિક વીરવાડી હનુમાન મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મેયર બન્યા બાદ પ્રથમ વખત મંદિરે આવેલા ધોરાજીયાનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે હનુમાન દાદાની વિશેષ પૂજા-અર્ચના કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભાવુક થતાં તેમણે પોતાની આ મોટી રાજકીય જીત અને સફળતા પાછળ વીરવાડી હનુમાન દાદાની કૃપા અને આશીર્વાદને જ એકમાત્ર શ્રેય આપ્યો હતો. સંગઠનમાં 42 વર્ષનો બહોળો અનુભવ અશોક ધોરાજીયા માત્ર ધાર્મિક ક્ષેત્રે જ નહીં, પરંતુ રાજકારણમાં પણ ખૂબ મોટું કદ ધરાવે છે. તેઓ છેલ્લા 42 વર્ષથી ભાજપ સંગઠનમાં અવિરત અને સક્રિય રીતે કામ કરી રહ્યા છે. મંદિરના સુચારુ મેનેજમેન્ટની સાથે તેમણે પક્ષના સંગઠનને મજબૂત કરવામાં દાયકાઓ સુધી મહત્વની ભૂમિકા ભજવી છે, જેનું પરિણામ આજે તેમને મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદ તરીકે મળ્યું છે. સમર્થકોમાં ભારે ઉત્સાહ, આતશબાજી સાથે સ્વાગત સામાન્ય સભામાં બિનહરીફ મેયર જાહેર થતાં જ નવસારી ભાજપના કાર્યકરો અને અશોક ધોરાજીયાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ બાદ જ્યારે તેઓ વીરવાડી મંદિરે પહોંચ્યા ત્યારે સમર્થકોએ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નારા લગાવ્યા હતા. આગામી સમયમાં નવસારીના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેઓ દાદાના આશીર્વાદ લઈને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    India’s GDP revisions explained: What changed and why it matters
    Next Article
    ગોધરામાં યુવા કોંગ્રેસનો પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે વિરોધ:પેટ્રોલ પંપ પર વાહનચાલકોને 'મેલોડી ચોકલેટ' આપી પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment