Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદ મનપાના પ્રથમ મેયર બન્યા મનીષ પટેલ:ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરાઈ

    5 दिन पहले

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે હવે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા આજથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી છે. મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે નડિયાદ મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9ના કલ્પેશ રાવળ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટ. શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહ. દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામ જાહેર કરાયા છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    જામનગરના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ:ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરેનકુમાર મોનાણી નિમણૂક
    Next Article
    NTA under scanner again: UGC-NET aspirants allege portal glitches during registration

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment